પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧
હાથકે છુએ જો કોઉ બેરહુ ન ખાયગો.

વાળી દઈ, ચાદર ઓઢાવી દીધી. બાદશાહે કહ્યું “બીરબલ ! મારા પગ કેમ વાળી દીધા?”

બીરબલે તરતજ ઉત્તર આપ્યો “જહાંપનાહ ! કહેવત છે કે તે તે પાંવ પસારીયે જેતી લાંબી સોડ,”

આ ઉત્તર સાંભળી બાદશાહ ઘણો જ પ્રસન્ન થયો અને બધા દરબારીયો પણ ચુપ થઈ ગયા.

વાર્તા ૧૪૮.
હાથકે છુએ જો કોઉ બેરહુ ન ખાયગો.

એક દિવસે બાદશાહે એક લોંડીની મસ્ખરી કરી, અને વિષયવાસના તૃપ્ત કરવાનું કહ્યું. પરંતુ પેલી લોંડીએ સ્વિકાર ન કર્યો.*[૧] અકબરે કહ્યું “આજકાલ તારી યુવાવસ્થા છે, માટે દરેક પ્રકારનું અત્યારેજ સુખ ભોગવી લે. દરેક આનંદક્રીડા માટે આ કાળજ યોગ્ય છે; નહીં તો પછી તારો હાથ લગડેલા બોર પણ કોઈ નહીં ખાય.”

ત્યાર પછી બાદશાહ જ્યારે દરબારમાં આવ્યો ત્યારે, “હાથકે છુએ જો કોઉ બેરહુ ન ખાયગો” એ સમસ્યાની પૂર્તિ કરવા બીરબલને કહ્યું. બીરબલે પોતાની વિચિત્ર તર્કશક્તિના બળે એજ વખતે એક કવિત રચી કાઢી કહ્યું “હુઝૂર! સાંભળો –


  1. *ખરીદ કરેલી લોંડીઓ સાથે સંગ કરવામાં ધાર્મિક બાધ નથી. ઘણા ખરા બાદશાહો એવી રીતે ખુબસુરત લોંડીઓ ખરીદ કરી તેમને હરમ તરીકે રાખતા હતા. પછી તે લોંડી ગમે તે ધર્મની હોય તો પણ ચાલી શકે.