પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
બીરબલ વિનોદ.

કવિત.

માનુષ્યકો જન્મ પાયો, સુંદર રંગરૂપ પાયો,
કર રસરંગ જાસો, જીવ હુલસાયગો;
જવાનીકી તરંગમેં, કરે ન ક્યું ઉમંગ આલી ?
દિન ઢલ જાય, એસે યેહુ ઢલ જાયગો;
કરે ક્યોં ગુમાન એસી, તેઝ તરૂનાઇમેં,
ફિર લલચાય ચિત્ત, પાછે પછતાયગો;
જોબન કે ચાર દિન, બીત ગયે પીછે સખિ !
હાથ કે છુએ જો કે બેરહુ ન ખાયગો.

વાર્તા ૧૪૯.
એ શું કરે છે.

એક દિવસ અકબર અને બીરબલ શિકાર રમવા માટે ઘોડાઓ પર સ્વાર થઈ, એકલાજ જંગલ તરફ ચાલ્યા. શિકારની શોધમાં ઘણે દૂર સુધી ચાલ્યા ગયા, પણ કાંઈ મળ્યું નહીં. ભૂખ કકડીને લાગી હોવાથી બન્ને ઘોડા ઉપરથી નીચે ઉતરી એક ઘટાદાર વૃક્ષની છાયામાં બેસી ચણા ફાંકવા લાગ્યા. ઘોડા પણ પાસેજ ચરતા હતા. એવામાં ત્યાંથી જાટ કોમની બે સ્ત્રીઓ પસાર થઈ, તેમને જોઈ ઘોડા ખંખારવા લાગ્યા. અને પેસાબ પણ કરી. બાદશાહે પેલી સ્ત્રીઓને વિનોદ ખાતર પૂછ્યું આ ઘોડા શું કરે છે ?”

જાટ સ્ત્રીઓ પણ બહુજ હાઝર જવાબ હોય છે. બાદશાહનો પ્રશ્ન સાંભળી તેઓમાંની એક બોલી ઉઠી કે “આ ઘોડાઓ એમ કહે છે કે અમારો ખોરાક તો તમે