પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
બીરબલ વિનોદ.

અને પોતાની સ્ત્રીને સાથે લીધી અને રસ્તામાંથી એક સુન્દરી વેશ્યાને પણ લીધી તથા બાદશાહ આગળ બન્નેને હાઝર કરી અરજ ગુજારી કે “ હુઝૂર ! આ મ્હારી સ્ત્રી અપ્સરા સમાન છે, તે મ્હારી સેવા ખરા અંતઃકરણથી બજાવે છે. એના સમાન આખા સંસારમાં કોઈ સુંદર સ્ત્રી નથી.”

બાદશાહે કહ્યું “બીરબલ ! એ તો શ્યામવર્ણી છે? અપ્સરા તો સુન્દર હોવી જોઈયે?”

બીરબલે હાથ જોડી ઉત્તર આપ્યો “નામદાર ! સુન્દરતા ગુણથી પારખી શકાય છે, માત્ર ગૌરવર્ણ સુન્દરતા ન કહેવાય. મ્હારી સ્ત્રી મ્હને સ્વર્ગના આનંદનો સાક્ષાત્કાર કરાવે છે.”

એટલે બાદશાહે સવાલ કર્યો “ ત્યારે હવે ચુડેલ કઈ? બીરબલે તરતજ પેલી પરમ સૌંદર્યમંડિત વેશ્યા પ્રતિ અંગુલી સંકેત કરી કહ્યું “ જહાંપનાહ ! આ ચુડેલ છે. જેને એ વળગે છે, તેનું સર્વસ્વ હરણ કરી તેને ત્યાગી દેગે છે.”

બદશાહ અત્યંત પ્રસન્ન થયો અને બધાને ઈનામ આપી બીરબલના ચાતુર્યના ભારે વખાણ કરવા લાગ્યો.

વાર્તા ૧૫૩.
પરિક્ષકની બલિહારી.

એક સમયે મલ્યાલના રાજા રોહસેને અકબર બાદશાહને પત્ર લખી મોકલ્યો કે “કમ અસલનો અસલ, અસલનો કમ અસલ, ગાદીનો ગધેડો અને બજારનો