પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
બીરબલ વિનોદ.


કરી તેણે શેઠજીને સંબોધી કહ્યું “શેઠજી ! હું પૈસાની ભૂખી નથી, માત્ર આપ જેવા કદરદાન ગૃહસ્થની ચરણ સેવાનીજ ભૂખી છું. માટે જો આપ મ્હને આપના દાસી થવાનું માન આપો, તો હું મ્હને મહાન્‌ ભાગ્યશાળી ગણીશ.”

તે રમણિક રંભાનું આવું મૃદુતામય વાક્ય સાંભળી શેઠે કહ્યું “જો તું વિશુદ્ધ પ્રેમની પ્રતિમા બની પ્રેમપંથની પ્રતિજ્ઞા પાળવા ઈચ્છતી હોય તો મ્હારી ના નથી ! તું ખુશીથી મ્હારે ત્યાં રહે, અને જે જોઇયે તે લે.”

રંભાએ તરત જ બીરબલનો હાથ ઝાલ્યો અને નીચે ઉતરી તેને પોતા સાથે રથમાં બેસાડી પોતાને ઘેર લઈ ગઈ અને નાના પ્રકારની કોકકળા વડે શેઠનું મન પ્રસન્ન કરી, આખી રાત્રિ રતિરંગમાં વ્યતીત કરી. સ્હવાર થતાંજ શેઠે ઘેર જવાની ઈચ્છા દર્શાવી એટલે તે નાયિકા ગદ્‌ગદ્‌ કંઠે કહેવા લાગી “હે ભાગ્ય આધાર ! હું તમને અહીંથી જવા દેવા ચાહતી નથી. છતાં, આપ તરછોડી ચાલ્યા જશો તોએ હું અબળા શું કરી શકું એમ છે ?!”

શેઠે કહ્યું “પ્રિયે ! હું તને તરછોડીશ નહીં. તને હંમેશા મળતો રહીશ, માટે કાં ફીકર ન કરતાં મોજશોખમાં રહે.”

રંભાએ રજા આપી એટલે શેઠજી ઘેર આવ્યા. તે દિવસથી વખતો વખત શેઠજી રંભાને ઘેર જવા લાગ્યા અને ખૂબ રંગરાગમાં દિવસે વીતાડવા લાગ્યા.

એક દિવસ કોતવાલે આવી પૂછ્યું “શેઠજી ! આપ પરણેલા છો કે કુંવારા ?” બીરબલે કહ્યું “જો ઉંચા કુળની