પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
પરીક્ષકની બલિહારી.


ખાનદાની કન્યા મળે તોજ લગ્ન કરવું, નહી તો જન્મજન્માંતર કુંવારા રહેવું, એવો મ્હેં નિશ્ચય કરેલો છે.”

કોતવાલે કહ્યું “શેઠ ! જો એમ જ છે તો હું આપને માટે એવીજ કોઈ ખાનદાની કન્યા શોધી કાઢવાની બનતી મહેનત કરીશ.” આ પ્રમાણેની ગોઠવણ કરી કોતવાલ સાહેબ ત્યાંથી વિદાય થયા.

થોડાક દિવસ પછી તેણે એવીજ મનોરમા નામની એક ઉંચા કુળની કન્યા શોધી કાઢી શેઠની સાથે વીધી યુકત પાણી ગ્રહણ કરાવી આપ્યું. શેઠે એવા ઉચ્ચ કુળની કન્યા મળવા બદલ ઘણોજ આનંદ પ્રદશિત કર્યો. પરંતુ શેઠે એવો નિયમ બાંધ્યો કે કોઈ પણ કામ માટે ઘરની બ્હાર જતાં પહેલાં મનોરમાના વાંસા ઉપર એક કોરડો મારવો અને ત્યાર પછી કામે જવું. આ પ્રમાણે કેટલાક દિવસો વીતી ગયા.

એક દહાડે બીરબલ બજારમાંથી એક પાકેલું તરબુજ ખરીદી, તેના બે કકડા કરી, કાચા લાલ રંગના રૂમાલમાં તેને બાંધી દોડતો દોડતો ઘેર આવ્યો અને મનોરમા જુવે તેમ આંખની ભ્રમરો ચઢાવી, તેને પણ બે રોકડા સટકાવી દઈ કહ્યું “જો આ રાજકુમારનું માથું કાપી લાવ્યો છું, તે આ પેટીમાં મૂકું છું. પણ ખબરદાર, કોઈને આ વાત કહીશ નહીં; નહીંતો, તારા પણ આવી રીતેજ કટકા કરી નાંખીશ.” એમ કહી પેલી પોટકી એક પેટીમાં મૂકી, તેને તાળું વાસી બીરબલ બ્હાર ચાલ્યો ગયો.

હજીતો તે ઘણે દૂર પહોંચ્યો પણ ન હતો, એટલામાં તો શેઠાણીએ મોટેથી રાડો પાડવા માંડી. આ બૂમો કોતવાલ