પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
પરિક્ષકની બલિહારી.

તમને રાજકુમારનું માથું પેટીમાં મૂકવા સંબંધીની વાત કહી, તે વખતે તમે કાંઈ પણ ખાત્રી કર્યા વગર મ્હને પકડી, મારી શકાય તેટલો માર મારી, આબરૂ લુંટવામાં કચાશ રાખી નહીં. અરે, એટલું જ નહીં, પણ હું કોણ છું ? મ્હારી રીત ભાત કેવા પ્રકારની છે, તે પણ ન વિચારતાં તમે તદ્દનજ બેશરમ બની ગયા. મ્હારી સાથે મ્હારે ખર્ચે તમે મોજ ઉઠાવી, છતાં મ્હારીજ ગરદન કાપવા તૈયાર થયા. મ્હારે માથે ઘેરાયલા આફતના વાદળને વિખેરી મ્હને બચાવવાને બદલે, મ્હારૂં લૂણ હરામ કરી, મ્હારી ઉપર અત્યાર ગુજારી, રાજા આગળ બહાદુરી બતાવી, ઈનામ મેળવવા ખાતર તું આવો અધમ બન્યો, માટે તું બજારનો કૂતરો કહેવાય કે નહીં ?” રાજાએ તે વાત માન્ય રાખી એટલે બીરબલે ધીમે સાદે કહ્યું “મહારાજ ! હવે માત્ર ‘ગાદીનો ગધેડો’ એ વસ્તુ બાકી રહી. પરંતુ બેઅદબી માફ કરજો, એ ઉપમા આપને જ લાગુ પડે છે.”

રાજાએ સહેજ ક્રોધે ભરાઈ પૂછ્યું “એ કેવી રીતે ?”

બીરબલે કહ્યું “મહારાજ ! આપે મ્હારા અપરાધની કાંઈ પણ તપાસ કર્યા વગર, એક હલકા અને નીચ વૃત્તિના માણસના વચનોમાં શ્રદ્ધા રાખી, મ્હને મારી નાંખવાનો હુકમ આપી દીધો, માટે જ એ ઉપમા આપને લાગુ પડે છે. લગાર આપ પોતે જ વિચાર કરી જુઓ. પ્રથમ તો આપે રાજકુમારની જ તપાસ કરી હોત તો

કદાચ આવું પરિણામ આવવાને સંભવ રહેત જ નહીં, કેમ, એ ચારે વસ્તુઓ આપને પહોંચી ગઈ ને ? જો પહોંચી

૧૪