પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
બીરબલ વિનોદ.

ગઈ હોય તો શહેનશાહ અકબર બાદશાહની ખાત્રી માટે પહોંચ લખી આપો.”

બીરબલની ચતુરાઈ, તેની અપાર બુદ્ધિ અને અદ્‌ભુત ખૂબી જોઈ રાજા અત્યંત પ્રસન્ન થયો અને કીમતી પોષાક અને અમૂલ્ય આભૂષણો મંગાવી તેને ભેટ આપી. અને ચારે વસ્તુઓ મળ્યાની પહોંચ ૫ણ લખી આપી, બીરબલને મોટા માન સહિત વિદાય કર્યો.

બીરબલ બન્ને સ્ત્રીઓને સાથે લઈ દિલ્હી આવી પહોંચ્યો. બીજે દિવસે સ્હવારે બાદશાહ આગળ હાઝર થઈ પેલી પહોંચ રજુ કરી. બાદશાહે તેનાં અત્યંત વખાણ કર્યો અને ભારે શિરપાવ આપ્યો.

વાર્તા ૧૫૪.
બીરબલ અને તાનસેનની પરિક્ષા.

દિલ્હી શહેરમાં તાનસેન નામનો પ્રખ્યાત ગવૈયો હતો. તે ગાયન અને વાદન કળામાં અદ્વિતીય હતો. તેને ગંધર્વની ઉપમા આપીયે તો પણ અતિશયોક્તિનો સંભવ નથી. ચાતુર્ય માટે જેમ બીરબલ વિખ્યાત હતો, તેમ સંગીત કળામાં તાનસેન એક્કો હતો. તેની ખ્યાતિ સાંભળી, દેશ દેશથી ગવૈયાઓ તેને મળવા આવતા અને તેઓ પણ તેની અદ્‌ભુત ગાયન કળાથી આશ્ચર્ય પામતા. અને જ્યારે તેઓ પોતાને દેશ પાછા ફરતા, ત્યારે ત્યાંના રાજા આગળ તેનાં વખાણ કરતા. ગવૈયાઓને મોઢે વખાણ સાંભળી રાજાઓ પણ કાંતો તાનસેનને પોતાને ત્યાં જ બોલવતા