પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬

અને એટલો બધો ઉંડો લાગેલો છે, જે ન તો વર્ણવી શકાય એમ છે નતો સંપૂર્ણપણે વ્યક્ત કરી શકાય એમ છે, તેમજ તેને સમજનાર પણ કોઇ દેખાતો નથી. જો વિચાર પૂર્વક જોવામાં આવે તો જેનો જન્મ થયો છે એનું મરણ પણ સાથે જ જનમ્યું છે. જ્યારે સૃષ્ટિકર્તાએજ એ એક નિયમ ઘડેલો છે તે પછી કલ્પાંત કરવા કરતાં ચુપ રહેવું અને ગભરાવા કરતાં શાંતી ધારણ કરવી એજ ઉત્તમ અને ઉચિત છે. એવા પ્રસંગે સંતોષ રાખી ઇશ્વરેચ્છા ઉપરજ પ્રસન્ન રહેવા સિવાય કશો અન્ય ઉપાય નથી. તમે પણ શાંત ચિત્ત રહી પોતાની ઈચ્છા કરતાં ઈશ્વરની ઈચ્છાને બળવાન ગણો. કદિપણ ઇશ્વરના ધ્યાનથી અચેત ન રહો. તમે પોતે જ્ઞાની છો અને જાણો છો કે તે પરલોકવાસિના હોવા છતાં તમે અમારા કૃપાપાત્ર હતા અને અમે તમને ઈશ્વરના આપેલા ઉત્તમ પદાર્થોમાંના એક તરીકે ગણતા હતા. અને હવે તો તમે પોતે જ જોઈ શકો છો કે તમારી હસ્તી કેટલે દરજ્જે ઉત્તમ નીવડશે. પરમાત્મા તમને અમારી છત્રછાયામાં કૃતાર્થ કરે અને અમને તમારા માથે સલામત રાખે. રાજા બીરબલના દેહાન્ત પછી અમે દેશરત્ન રાજા ટોડરમલને એક મોટી સેના સાથે ત્યાં મોકલ્યો છે, તે અત્યંત વીરતાપૂર્વક પઠાણોને બરાબર સજા કરી તે પ્રદેશ ઉપર બહુજ જલ્દી કબ્જો કરશે. હવે થોડા દિવસમાં રાજધાની અમારા શુભાગમનથી સુશોભિત થશે.”

પ્રિય વાંચક ! આ આજ્ઞાપત્ર ઉપરથી બાદશાહના મનમાં બીરબલ માટે કેવી અને કેટલી બધી પ્રીતિ હતી તે સ્પષ્ટ રીતે જણાઈ આવે છે, જો બાદશાહ એ યુદ્ધ સ્થળે હોત તો બીરબલને બચાવવા ખાતર જરૂર પોતાના પ્રાણ હોમી દેત.

સંવત ૧૬૪૦માં એક દિવસે બાદશાહ હાથીની લડાઈ જોતો હતો. એવામાં લચાચુર નામનો હાથી લડતાં લડતાં ગુસ્સે ભરાઈ એક માણસ તરફ દોડ્યો, પણ એવામાં બીરબલ સ્હામે આવી ગયો. હાથીએ બીરબલ ઉપર સુંઢ ઉગામી એવામાં બાદશાહ ઘોડો દોડાવી ત્યાં