પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧
બીરબલ અને તાનસેનની પરિક્ષા.

અથવા ખુદ દિલ્હીમાં આવી તેનું ગાયન સાંભળતા. બીચારા તાનસેનને પોતાની ઉત્તમતા અને વિખ્યાતી વિષે સ્હેજ પણ અભિમાન ન હતું, પરંતુ મુસલમાનો તેને માટે મગરૂર હતા. તેઓ બીરબલ કરતાં તાનસેનની ઉત્કૃષ્ટતા લોકો આગળ વર્ણવી બતાવતા, કેમકે બીરબલની પદ્વિ એકદમ ચઢી જતાં, તેઓ તેના પ્રત્યે દ્વેષભાવ ધરાવતા હતા. ધીમે ધીમે તેઓએ બાદશાહ આગળ પણ તાનસેનનાં જોઈયે તે કરતાં વિશેષ પ્રમાણમાં વખાણ કરવા માંડ્યાં. બાદશાહ પેલાઓની મતલબ સમજી ગયો હતો અને બીરબલ પ્રત્યેનો તેમનો દ્વેષભાવ તેનાથી ગુપ્ત રહેવા પામ્યો ન હતો. હદ ઉપરાંતની તાનસેનની પ્રશંસા અકબર સાંખી ન શક્યો. એક દિવસ દરબાર ભરાયો હતો, ત્યાં બીરબલના વિરોધીઓએ તાનસેનના અતિશયોક્તિ મિશ્રિત વખાણ કરવા માંડયાં. એટલે બાદશાહ બોલી ઉઠ્યો “તમે લોકો તાનસેનના આટલા બધા વખાણ કરો છો, એટલે તે મહા ગુણવાન હોવો જોઈએ, છતાં બીરબલની બરાબરી કરી શકે એમ નથી.”

બાદશાહનો આ ઉત્તર સાંભળીને પેલા ચુપ જ થઈ ગયા. દરબાર બરખાસ્ત થયા પછી પેલા બધા દરબારીયો એક મોટા ઉમરાવના મહેલમાં એકઠા થયા, અને શું કરવું એનો વિચાર કરવા લાગ્યા. તેમણે એવો ઠરાવ કર્યો કે, ‘એજ મહેલને ઉત્તમ રીતે શણગારી તાનસેનની મજલિસ મુકરર કરવી અને બાદશાહને પણ આમંત્રણ આપવું.’

બીજે જ દિવસે મજલિસ નક્કી કરી, બધા અમીર ઉમરાવો, દરબારીયો અને બાદશાહને આમંત્રણ આપવામાં