પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
બીરબલ વિનોદ.

આવ્યું. મહેલને એવી ઉત્તમ રીતે શણગારવામાં આવ્યો હતો કે થોડીક પળ સુધી તો માણસ સ્વર્ગમાંજ પોતાને વિચરેલો ગણે. રાત્રે મુકરર સમયે બધા માણસો આવી પહોંચ્યા અને તાનસેન પણ હાઝર થઈ ગયો, એટલે થોડાક અમીર ઉમરાવો જઈને બાદશાહને તેડી લાવ્યા.

બાદશાહ આવી પહોંચતાં સૌએ ઉઠીને પ્રણામ કર્યા. બાદશાહે જોયું કે આખા મહેલમાં માત્ર એક જ દીવો બળે છે, એટલે તેણે પૂછ્યું “મહેલને આવી ઉત્તમ રીતે શણગાર્યો છે, છતાં માત્ર એક જ દીવો કેમ સળગાવ્યો છે ?”

પેલા અમીરે કહ્યું “હુઝૂર ! હમણાં જ બધા દીવા સળગાવવામાં આવશે.”

અમીરે ઈશારો કરતાં તાનસેને ગાયન શરૂ કર્યું. પ્રથમ પગલે જ દીપક રાગ અલાપ્યો અને એવી તો ઉત્તમ રીતે ગાયો કે તેના પ્રભાવથી બધા દીવા સળગી ઉઠ્યા, ચારે તરફથી ‘વાહ વાહ’ના પોકારો સંભળાવા લાગ્યા.

ત્યારબાદ તેણે સંપૂર્ણ રાગ રાગણી ગાઈ સંભળાવી અને છેવટે મલ્હાર રાગ શરૂ કર્યો. મલ્હાર રાગ શરૂ થયો કે તરત જ વરસાદ વરસવા લાગ્યો. ગ્રીષ્મઋતુ વર્તમાન હોવાથી લોકો બફાઈ જતા હતા, પણ વરસાદ પડવાથી બધાનાં મન શાંત થયાં. જ્યાં સુધી મલ્હાર રાગ ચાલુ રહ્યો, ત્યાં સુધી વરસાદ પણ ચાલુ જ રહ્યો.

બાદશાહ પણ એ ચમત્કાર જોઈ ઘણો જ આનંદ પામ્યો. અમીરખાન નામના એક ઉમરાવે લાગ જોઈ બાદશાહને અરઝ કરી “હુઝૂર ! બીરબલ કરતાં તાનસેનની