પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩
બીરબલ અને તાનસેનની પરિક્ષા.

ઉત્કૃષ્ટતા આપે આજે નજરો નજર નિહાળીને ?? હુઝૂર ! તાનસેનને બીરબલની પદ્વિ આપવામાં કાંઈ વાંધો આવી શકે એમ છે ?” અન્ય અમીર ઉમરાવોએ પણ તેમાં પોતાની સંમતિ દર્શાવી. પરંતુ બાદશાહે ચોખ્ખા શબ્દોમાં કહ્યું “જો કે તાનસેન જોઈએ તેવો ગુણવાન છે, છતાં બીરબલની બરાબરીયે આવી શકે એમ નથી, પણ જ્યારે તમે આવી રીતે અતિશય આગ્રહ કરો છો, તો હું પણ તમને ખાત્રી કરાવી આપીશ કે, એ બન્નેમાં કોણ વધુ ગુણવાન છે ?”

ત્યારબાદ સૌને ફૂલપાન વગેરે આપી મજલિસ ખતમ કરવામાં આવી.

બીજે દિવસે બાદશાહે બ્રાહ્મદેશના રાજા ઉપર એક કાગળ લખી કાઢ્યો, તેમાં એવું લખ્યું હતું કે “આ પત્ર લાવનાર બન્ને માણસોને તરત જ ગરદન મારી દેજો. લગાર પણ ઢીલ કરશો નહીં.” પછી પોતાની મહોર વગેરે લગાવી બીરબલ અને તાનસેનને બોલાવી કહ્યું “આ પત્ર લઈ એક ઝરૂરનું કામ બજાવવા બ્રહ્મદેશના રાજા પાસે જાવ. બીજા કોઈથી એ કામ બની શકે એમ નથી, તમે જશો તો જલદીથી નિવેડો આવી જશે.”

સર્વ પ્રકારની તૈયારી કરી બીજે જ દિવસે બીરબલ અને તાનસેન રવાના થઈ ગયા. મહીનાઓની સફર કર્યા બાદ તેઓ બ્રહ્મદેશમાં જઈ પહેંચ્યા. શહેરની પાસે પહોંચતાં રાત પડી જવાને કારણે દરવાજા બંધ જોયા, એટલે રાતની રાત બ્હાર જ વીતાડવાનો નિશ્ચય કરી બીરબલે કહ્યું “ભાઈ તાનસેન ! અહીં આપણે પહેલ વહેલા જ