પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
બીરબલ વિનોદ.


આસન આપ્યું. ત્યારબાદ દરબારનું કાર્ય ખલાસ થતાં, રાજાએ તેમના આવવાનું પ્રયોજન પૂછ્યું. તેના જવાબમાં બીરબલે બાદશાહનો આપેલો કાગળ તેના હાથમાં મૂક્યો. રાજાએ પત્ર ઉઘાડી વાંચ્યું, ત્યારે તેના આશ્ચર્યનો પારજ ન રહ્યો. તે કાગળમાં નીચે પ્રમાણે લખાણ લખાયું હતું :—

બ્રહ્મદેશના રાજા જોગ—

દિલ્હીથી લા. હીંદુસ્થાનનો સૌથી મ્હોટો બાદશાહ, જેનું રાજ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીના સઘળા દેશમાં લંબાયલું છે તે, હું તમને આ પત્રદ્વારા જણાવું છું કે આ પત્ર લઈને આવનાર મ્હારા દરબારના આ બે માણસોને કેટલાક ખાનગી કારણોને માટે ગરદન મારવા છે; પરંતુ એ કામ ખાનગી રીતે કરવાનું હોવાથી અત્રે બની શક્યું નથી એટલે તમારી પાસે એમને મોકલ્યા છે, માટે તેમને વગર ઢીલે ગરદન મારજો. વિગેરે વિગેરે.”

રાજાએ તે પત્ર પોતાના પ્રધાનના હાથમાં મૂક્યો. એ પણ વાંચીને ઘણો જ અજાયબ થયો. રાજાએ તેને પૂછ્યું “કેમ પ્રધાન ! તારો શો વિચાર છે ?” પ્રધાન અતિશય ચતુર હતો, તેણે કહ્યું “મહારાજ ! આમાં કાંઈપણ ભેદ હોવો જોઈએ, માટે એમને એક અઠવાડીયા સુધી હાલ તરત તો કેદમાં રાખીએ અને શું કરવું એનો નિર્ણય કરી લેશું.” રાજાએ પણ તેની સલાહ યોગ્ય ગણી. પ્રધાને ઈશારત કરવાથી સિપાહીઓએ બન્નેને કેદ કરી લીધા. આ પ્રકાર જોઈ તાનસેનના તો હોંશકોશ જ ઉડી ગયા. પ્રધાને એમ કરવાનું કારણ તેમને કહી સંભળાવ્યું અને પછી તેમને કેદખાનામાં લઈ જવાનો હુકમ કર્યો, પ્રધાન સાહેબનો