પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭
બીરબલ અને તાનસેનની પરિક્ષા.


હુકમ મળતાં જ સિપાહીઓ તેમને કારાગૃહમાં લઈ ગયા અને પ્રધાનના હુકમ મુજબ બન્નેને એકજ ઓરડીમાં કેદ કર્યા. સીપાઈના ગયા પછી તાનસેને બીરબલને કહ્યું “ભાઈ બીરબલ! આતો આપણે અહીં આવીને ફસાઈ પડ્યા. બાદશાહે તો ગરદન મારવાનો જ હુકમ લખી મોકલ્યો છે, માટે આપણું મોત આવી પહોંચ્યું એતો નક્કી જ. હુંતો કાંઈ આમાં સમજી શકતો નથી, જો તારી અક્કલ પહોંચતી હોય તો કોઈ રસ્તો શોધી કાઢ !!!”

બીરબલ તો મનમાં સમજી ગયો હતો કે ‘બાદશાહે પરિક્ષા લેવા ખાતર આ તાગડો રચ્યો છે.’ તેણે તાનસેનને કહ્યું “ભાઈ ! આપણા બચવાનો માત્ર એકજ ઉપાય છે અને તે એકે જ્યારે આપણને ગરદન મારવાની જગોએ લઈ જાય, ત્યારે આપણે બંન્નેયે એક બીજાથી અગાઉ મરવાની ઈચ્છા પ્રગટ કરવી, એના કરતાં બીજી કોઈ વધારે સારી યુક્તિ મ્હને તો જણાતી નથી. પછીતો જે બનવાનું હશે તે બનશે.”

જેમ તેમ કરતાં તેમણે અઠવાડીયું કેદખાનામાં ગાળ્યું. આઠમે દિવસે સ્હવારે સીપાહીયો તેમને ગરદન મારવાની જગ્યાએ લઈ ગયા. તાનસેન બીરબલના શીખવાડ્યા મુજબ બહારથી તો ખુશી દેખાતો હતો, પણ મનમાં બાર હાથનો ખાડો પડલો હતો. જ્યારે ગરદન મારવાની જગ્યાએ તેમને લઈ જઈ ઉભા કરવામાં આવ્યા એટલે બીરબલ ‘મ્હને પ્રથમ ગરદન મારો’ કહી આગળ વધ્યો. તેને એ પ્રમાણે આગળ થતો જોઈ તાનસેન તેને પાછળ હઠાવી પોતે આગળ આવ્યો અને ‘મ્હને પ્રથમ મારો’ એમ કહેવા લાગ્યો. એવી