પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯
બીરબલ અને તાનસેનની પરિક્ષા.


અમને કહ્યા વગર છૂટકો નથી. પણ હું સાચું જ કહું છું કે, એ વાત કહેવાથી ખરેખર અમને ઘણોજ ગેરફાયદો થશે. ખેર, જે બનવા કાળ હશે તે બનશે જ. જુઓ, સાંભળો ! અકબર બાદશાહ ઘણો કાળ થયાં આપનું રાજ્ય પડાવી લેવાનો વિચાર કરે છે, પણ આપ તેના કરતાં બળવાન રહ્યા એટલે તમારી સ્હામે રણસંગ્રામમાં ઝઝુમવાની તેની હીંમત ચાલી નહીં. પણ એક દિવસ દરબારમાં તેણે પોતાની ઇચ્છા કહી સંભળાવી એટલે એક પંડિત સભાસદે બાદશાહને કહ્યું કે ‘જો આ દરબાર માંહેના બે માણસોનો જીવ તે રાજા લે તો, તેના મરણ પછી જે પ્રથમ માર્યો ગયો હોય તે રાજા થાય અને બીજો તેનો પ્રધાન બને અને તેઓ બાદશાહની તરફેણના હોવાથી રાજ્ય બાદશાહના કબ્જામાં વગર જંગે આવી જાય.’ બાદશાહે બધા લોકોની સંમતિથી અમને મોકલ્યા, માટે આપ સ્હેજ પણ ઢીલ કર્યા વગર અમને ગરદન મારો.”

બીરબલનો એ ખુલાસો સાંભળી રાજા ચમક્યો, તેણે પ્રધાનનો મત પૂછ્યો. પ્રધાન પણ વિચારમાં પડી ગયો હતો. તે બોલી ઉઠ્યો “માહારાજ ! એ લોકોના માહોમાંહેના કજીયા ઉપરથી તો એ વાત ખરી હોય એમ લાગે છે. જો આપણે એમને મારીશું, તો આપણને હાનિ પહોંચવાનો દરેક સંભવ છે, માટે જેમ એ લોકો કાગળ લઈને આવ્યા તેમ એમને અત્રેથી જવાબ કહીને મોકલાવી દેવા જોઈએ. કાગળ લખી આપવાનીયે કાંઈ જરૂર નથી, જે કાંઈ કહેવું હોય તે મોઢે મોઢેજ કહી દો એટલે પત્યું.”

રાજાને પણ એ યુક્તિ પસંદ પડી. તેણે કહ્યું “આપણે