પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
બીરબલ વિનોદ.


કાંઈ અકબરના નોકર બોકર નથી કે તેનો ફરમાન બજાવીએ. (બીરઅલ અને તાનસેન તરફ ફરીને) અમે તમને ગરદન મારવામાં ખુશી નથી, માટે તમે પાછા તમારે દેશ જાઓ અને તમારા બાદશાહને જઈને કહેજો કે ‘બ્રહ્મદેશનો પ્રતાપશાલી મહારાજા કાંઈ તમારો તાબેદાર નથી કે તમારો ફરમાવેલો હુકમ બજાવે. તમને જો ગરદન મારવા હોય તો પોતાના રાજ્યમાં જ મારો, અમે નિર્દોષ માણસોને મારીને પાપી બનવા નથી ઈચ્છતા, માટે તમે જેવા આવ્યા હતા તેવા પાછા જાવ.”

તાનસેનના મનમાં તો આનંદ થવા લાગ્યો, પણ બીરબલ બોલી ઉઠયો “અરે મહારાજાધિરાજ ! અમો ગરીબો ઉપર દયા તો લાવો !! પહેલાં અમને મારી નાંખવાનું કહ્યા પછી, હવે ના પાડો છો , એ અમારે માટે તો ઝુલ્મ જેવું જ ગણાશે. કૃપા કરીને અમને ગરદન મારો. ઈશ્વર તમારું કલ્યાણ કરશે !! તમે જ્યારે અમારી છુપી વાત ઝાહેર કરવાની ફરઝ પાડી, ત્યારે જ અમે તે કહી. મ્હેં તો અગાઉથી જ અરઝ કરી હતી કે, એ વાત કહેતાં અમને નુકશાન થશે, અને થયું પણ. છતાં હજીયે અમારી ઉપર દયા લાવી અમને ગરદન મારવાની આજ્ઞા આપો !”

રાજાએ કહ્યું “તું જેટલું બોલશે એટલું બધુંયે વ્યર્થ જવાનું. વિષનો પ્યાલો જાણી લીધા પછી કયો મૂર્ખ છે જે પીયે ? બધી વાત જાણી ચૂક્યા બાદ હું શા માટે હાથે કરીને દુઃખમાં પડું ?! માટે હું તમને અત્યારે ને અબઘડીયેજ મ્હારા નગરમાંથી ચાલ્યા જવાની આજ્ઞા કરું છું. અકબર મ્હારા એક સૌથી ન્હાના વઝીરની