પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭

આવી પહોંચ્યો અને બીરબલને બચાવી લીધો અને હાથી થોડે દૂર સુધી બાદશાહ પાછળ દોડ્યો, પણ બાદશાહ પોતાના ઘોડાને ત્વરિત ગતિએ દોડાવી બચી ગયો. પોતાના જીવના જોખમે બીરબલના પ્રાણ બચાવવાની બાદશાહની આ કોશિષ પૂર્ણ પ્રેમનું પ્રમાણ છે.

બીરબલનો શોક બાદશાહના મનમાં એટલો બધો સજજડ બેસી ગયો હતો, કે તુરાનના બાદશાહનો એલચી ઘણા દિવસ સુધી કબરના મહેમાન તરીકે પડ્યો રહ્યો, પરંતુ બાદશાહ જોડે તેની મુલાકાત ન થવા પામી.

‘ઈકબાલનામએ જહાંગીરી’ માં લખ્યું છે કે “રાજા બીરબલના દેહાન્તથી બાદશાહને અનહદ ખેદ થયો હતો. સિંહાસનારૂઢ થયા પછી આજસુધી એમને કદાપિ આવો શોક થયો ન હતો.”

એમ પણ કહેવાય છે કે બાદશાહે બીરબલના શોકને લગતા કેટલાંક કાવ્યો અને પદો પણ રચ્યાં હતાં. નીચેના બે પદ એની સાબિતી રૂપ છે.-

દીન જાન સબ દીન, એક દુરાયો દુસહ દુઃખ,
સો અબ હમકો દીન, કુછ નહી રાખ્યો બીરબર.
પીથલ*[૧] સોં મજલિસ ગઈ તાનસેન સોં રાગ;
હંસીબો, રમીબો, બોલીબો, ગયો બીરબર સાથ,

રાજા બીરબલનો દેહાન્ત ફાગણ સુદ ૨ ગુરૂવારે થયો હતો. ૭ શુકલ મંગલવારે કોકા અને હકીમ પણ બાદશાહના પ્રિય મન્ત્રીને ખોઈ બેસવાથી લજ્જિત થતા બાદશાહ પાસે અટકથી બનારસ જઈ પહોંચ્યા. બાદશાહ એ બન્ને ઉપર બહુજ ગુસ્સે થયો અને ઘણા દિવસ સુધી એમને દરબારમાં બોલાવ્યા પણ નહીં, ત્યાર પછી લોકોના સમજાવ્યાથી તેમનો અપરાધ ક્ષમા કરી દીધો.

બાદશાહ મનુષ્યના જીવનને બહુ મુલ્ય ગણતા હતા. જ્યારે


  1. *બીકાનેરના રાજા સયસિંહના ભાઈ પીથલ ( પૃથ્વિરાજ ) પર તેની કાવ્યરચના અને ચાતુર્યને કારણે બાદશાહની બહુ પ્રિતિ હતી.
    (જુઓ અકબરનામા)