પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩
ઢેડ પંચનો ન્યાય.

 બાદશાહે કહ્યું “ભલે, તું કહે તે પાંચ માણસોને બોલાવું અને તેઓ જે દંડ નક્કી કરે તે મ્હને પણ કબુલ છે.”

બીરબલે જણાવ્યું “હુઝૂર ! શહેરમાંથી પાંચ ઢેડાઓને બોલાવો અને તેઓ જે દંડ મુકરર કરે તે હું તરતજ આપીશ.”

બાદશાહે કહ્યું “અરે બીરબલ ! એ નીચ લોકો આગળ શા માટે ઈન્સાફ કરાવે છે ? કોઈ ઉચ્ચ વર્ણના શાહુકારને કે કોઈ બીજા સારા પુરૂષને બોલાવ ?!” બીરબલ બોલ્યો “હુઝૂર ! ભલે લોકો તેમને નીચ ગણે, પણ હું તો એમને પણ મ્હારા દેશબંધુ ઘણું છું. ઈશ્વરના દરબા૨માં તો એ અને આપણે સૌ સરખા જ છીએ. જહાંપનાહ ! મ્હારે તે એમની જ પાસે ઈન્સાફ કરાવવો છે.”

બાદશાહે સીપાહીને મોકલી પાંચ ઢેડાઓને બોલાવી મંગાવ્યા. ઢેડાઓ હાજર થઈને “કેમ માબાપ ! શી આજ્ઞા છે ?” કરીને ઉભા રહ્યા. બાદશાહે ‘બીરબલનો ઈન્સાફ કરવો છે’ એમ કહી બધી બાબત તેમને કહી સંભળાવી અને શી સજા કરવી એ નક્કી કરવાની આજ્ઞા આપી. ઢેડા તો ‘બહુ સારૂ બાપજી !’ કહીને મનમાં તો ખુશી થવા લાગ્યા કે “હાશ, આજે ઠીક લાગ આવ્યો છે ! જ્યારે ત્યા રે દરબારી આપણને કનડે છે, માટે એવી સજા કરીયે કે બધા ઠેકાણે જ આવી જાય.”

એકે કહ્યું “અલ્યા ! એને હાત વીશું ને દશ (દોઢસો) નો ડંડ કરાવીશું ?!”

બીજો બોલી ઉઠ્યો “ના, ના, ના. એતો મોકાણજ