પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
બીરબલ વિનોદ.


મંડાય તો ! ! એટલો બધો જો દંડ કરાવીએ તો બીચારો વગર મોતે મરી જાય. ઘરનાં છૈયાં છોકરાં ઘંટી ચાટતા થઈ જાય !!! મારો તો વિચાર છે કે પાંચ વીશું ને દશનો દંડ કરાવીયે !!”

આ સાંભળી ત્રીજો બોલી ઉઠ્યો “અલ્યા ! પણ, તમે કાંઈ ભાન ઠેકાણે રાખો ?! એટલો ડંડ બીચારો કોને ઘેરથી લાવશે ? ત્રણ વીશું ને દશનો દંડ કરાવો, દશનો. એટલે જન્મજન્માંતર ખોડ ભૂલી જવાનો !!”

આખરે રકજક કરતાં છેવટે તેઓએ ‘બે વીશુને દશ’નો ભારે દંડ નક્કી કર્યો અને તે પણ જાણે ભારે પડી જશે એમ ગણીનેજ, પછી તેમનો આગેવાન હાથ જોડીને બાદશાહને કહેવા લાગ્યો “અન્નદાતા ! અમે ઘણો જ વિચાર કર્યા પછી દંડની રકમ નક્કી કરી છે, માટે આપ જો ફરમાવો તો બોલીયે.”

બાદશાહે કહ્યું “બોલો, જોઈયે તમે કેટલો દંડ ઠેરવ્યો ?”

ઢેડા બોલ્યા “અન્નદાતા, ખુદાવિંદ! બીરબલ શાહેબનો વાંક મ્હોટો છે, એટલે દંડ પણ મ્હોટો હોય એ સ્વાભાવિક છે. અમે એવો ભારે દંડ નક્કી કર્યો છે કે જન્મભર યાદ કરશે. બે વિશુંને દશ રૂપીયાનો એમને દંડ થવો જોઇયે. બીરબલ સાહેબને આથી જો કે ઘણું ખમવું પડશે, એટલે દયાતો ઘણીએ આવે છે, પણ લાચાર છીયે !!”

બાદશાહ બીરબલની હીકમત સમજી ગયો. તેણે જાણી લીધું કે ગરીબ માણસ બીચારો પોતાની ગુંજાસ જોઈને કામ કરે. ઢેડાઓને મનથી તો પચાસ રૂપીયા ઘણાજ વધારે થઈ