પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯
અંધ,નાક,મણી,ખાટ,વાટ.


લાગ્યા. બીરબલે આવો પ્રકાર જોઈ કહ્યું “શેઠજી ! મ્હારે આપની સાથે એક ઝરૂરનું કામ છે, માટે તે પ્રથમ આપ સાંભળી લો.”

આ સાંભળી શેઠ બોલ્યા “થોડીવાર સબુર કરો. આ થોડુંક અગત્યનું કામ આટોપી લઉં એટલે નીરાંતે આપની સાથે વાતચીત કરૂ.”

બીરબલ થોડીકવાર થોભી રહ્યો અને પાછો શેઠ આગળ આવ્યો અને લગાર વધુ આજીઝી પૂર્વક વાત કરી એટલે શેઠનો મીઝાજ ઠેકાણે આવ્યો અને કહ્યું “વારૂ, ત્યારે તમે શું કહેવા માગો છે ?”

બીરબલે દયારામને કહેલી વાત તેને પણ કહી સંભળાવી. શેઠે થોડીવાર વિચાર કરી લઈ કહ્યું “મ્હારે તમારે મુદ્દલ પરિચય નથી, છતાં તમે પચાસ હઝાર રૂપીયા જેટલી ભારે રકમ મ્હારે ત્યાં માગવા આવ્યા એ શું કહેવાય ?”

બીરબલ બોલ્યા “શું કરીયે શેઠજી ! અટકી પડ્યા એટલે આવવું જ પડે. ફક્ત આઠ દિવસનું કામ છે, માટે એટલી કૃપા તો અવશ્ય થવી જોઈયે. તો પાંચ સાત રૂપીયા વ્યાજના વધારે લેજો. અમે આપના જેવા ધરખમ શાહુકારને ત્યાં ન જઈયે તો કોને ત્યાં જઈયે ?!”

શેઠે મનમાં વિચાર્યું કે અંગ ઉપર પાંચ સાત હઝારનું ઘરેણું પહેર્યું છે અને એનું મકાન પણ આપણે જોયું છે અને વળી રાજાને કામે આવેલો છે એટલે પૈસા ડુલ થઈ જવાનોયે સંભવ નથી. અને કહે છે કે ફક્ત આઠ દિવસનું કામ છે. વ્યાજ પણ સારૂં મળશે માટે પૈસા આપવામાં