પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
બીરબલ વિનોદ.


વાંધો આવે તેમ નથી. એમ વિચાર કરી તેણે બીરબલને કહ્યું “તમે જ્યારે આટલું બધું કહો છો એટલે તમને ગમે તેમ કરીને પણ રૂપીયા તો આપવા જ જોઈયે પરંતુ હાલમાં લગાર પૈસા તરફથી અડચણ છે, છતાં તજ વીઝ કરી જોઉં છું. તમને જે રકમ આપીશ તેમાંથી એક માસનું વ્યાજ આઠ આનાની તેરીખે પ્રથમથી કાપી લઇશ અને તમારે તમારી સાક્ષી સહવર્તમાન કાગળ ઉપર લખી આપી ઉપર તમારી મોહોરો લગાડવી પડશે.”

બીરબલ તેના જણાવ્યા પ્રમાણે પોતાની સહી સાખ કરી ઉપર મહોર પણ લગાડી આપી રૂપીયા લઈ ત્યાંથી વિદાય થયો.

બીરબલે બીજે દિવસે ત્યાં એકવચન માટે પ્રખ્યાત ગણાતી રૂપવંતી નામની એક વેશ્યાને ત્યાં જવાનો વિચાર કરી પોતાના માણસ સાથે પચીસ રૂપીયા તેને મોકલાવી આપી કહેવડાવ્યું કે “આજની રાત હું તારે ત્યાં આવીશ.”

રૂપવંતીએ રૂપીયા લઈ કહેવડાવી મોકલ્યું કે “આજની રાત હું તમારી જ છું, માટે જ્યારે ઈચ્છા થાય ત્યારે આવજો.”

આ પ્રમાણે કહી મોકલી તેણે રાત માટે બધી તૈયારીયો કરવા માંડી. જાણે પોતાનો પતિજ આવવાનો હોય તેમ તેણે ફળફુલ વગેરે મંગાવ્યાં, રમવા માટે ચોપટ બાજી, પાના વગેરે પણ તૈયાર રાખ્યાં અને જાણે એક ગૃહપત્નિ પોતાના સ્વામીના આગમનની પ્રતિક્ષા કરતી હોય એમ રાહ જોતી બેઠી. નવ વાગ્યા, દસ વાગ્યા પણ બીરબલ ન આવ્યો, અગીચારના ટકોરા પણ પહેરેગીરોએ