પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭
અંધ, નાક, મણી, ખાટ, વાટ.


માણસો દોડ્યા અને બીરબલને લાવી દરબારમાં હાઝર કર્યો. બીરબલે રાજા સ્હામે પહોંચી જઈ તરત જ તેના હાથમાં અકબર બાદશાહે લખી આપેલો પત્ર મૂક્યો. રાજાએ ઉપરની મોહોર જોઈ કાગળ ફાડીને વાંચ્યો અને “પાંચે વસ્તુઓ ક્યાં છે ?” એવો સવાલ કર્યો. બીરબલે કહ્યું “ મહારાજ ! પહેલાં અમીચંદ શેઠ અને રૂપવંતી ગુણીકાને તેમજ જેણે મ્હારી ઉપર ચોરીનો આરોપ મૂક્યો એ દુષ્ટબુદ્ધિ વેશ્યાને પણ હાઝર કરો, આપે માગેલી પાંચે વસ્તુઓ મ્હારી સાથે જ છે અને તે તરત જ આપને હવાલે કરીશ.”

રાજાએ અમીચંદ, રૂપવંતી અને દુષ્ટબુદ્ધિને તરત જ તેડી લાવવા સિપાહી મોકલ્યા, અને બીરબલને માન ઈકરામ સાથે પોતાની પાસે કુરસી આપી બેસાડ્યો અને અકબરના ક્ષેમ કુશળના સમાચાર પૂછવા માંડ્યા. બીરબલે બધા સમાચાર કહ્યા. એવામાં સિપાહીયો ત્રણે જણને લઈ દરબારમાં દાખલ થયા એટલે બીરબલે કહ્યું “મહારાજા ધિરાજ ! તમે માગેલી પ્રથમ વસ્તુ છતી આંખે અંધ તે આ અમીચંદ શેઠ છે. એમણે ન કરવાના ઉપાયો કરી ધન મેળવ્યું છે અને તેના મદમાં અંધાપો લઈ બેઠા છે. બીજી વસ્તુ પેઢીનું નાક તે આ દયારામ શેઠ છે, એમનો ને મ્હારો લગારે પરિચય ન હતો, છતાં મ્હારાં વચનામાં વિશ્વાસ રાખી તરતજ પચાસ હઝાર રૂપીયા કાઢી આપ્યા ને અત્યારે પણ મ્હને બંદીવાન તરીકે જોવા છતાં, મ્હારા ઉપર વિશ્વાસ રાખી મ્હને ગમે તે ભાગે બચાવવા આપની પાસે દોડી આવ્યા. માટે પોતાના બાપદાદાની રીત પ્રમાણે આબરૂ