પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
બીરબલ વિનોદ.


ઈઝ્ઝતથી વેપાર કરીને પૈસા મેળવનાર પેઢીનું નાક તો એજ પુરૂષ ગણી શકાય. ત્રીજી જણસ હાથનું મણી આ રૂપવંતી ગુણીકા છે. જે પુરૂષને પોતાને ત્યાં આવવા હા પાડી હોય, તો તેને જ પોતાના ખરા પતિ તરીકે તે રાત્રે ગણે છે. એની ખાત્રી માટે આપ એના વાંસા ઉપરના ચાબુકના સોળ જોઈ શકશો, જે મ્હેં જ પરિક્ષા લેવા માટે માર્યા હતા. ખરેખર હાથનું મણી એજ નારી છે. ચોથી વસ્તુ બજારની ખાટ તે આ દુષ્ટબુદ્ધિ વેશ્યા છે જેને ઠરાવ કરતાં મ્હેં વધારે રૂપીયા આપ્યા અને રાત્રે જ્યારે હું એને ઘેર ગયો ત્યારે એણે દરવાઝો ન ઉઘાડતાં બે ચાર આવેલા આસામીયો પાસેથી દ્રવ્ય કઢાવી લઈ તેમને રૂખ્સત કર્યા પછી મ્હને અંદર લીધો અને પોતાના મદદગારોને હાથે મ્હને લુંટાવી મ્હને જ ચોર તરીકે પકડાવ્યો, તથા એ અપરાધમાં જ મ્હને ફાંસીની શિક્ષા પણ થઈ.”

આટલું સાંભળતાંજ રાજાએ તે નીચ વેશ્યાને માર મારવાનો હુકમ કર્યો. થોડાકજ ફટકા પડયા હશે કે તરત જ તેણે પોતાનો અપરાધ કબુલ કર્યો એટલે સૌની ખાત્રી થઈ ગઈ. અને પાછું બીરબલે આગળ ચલાવ્યું :–

“મહારાજ ! આપે માગેલી પાંચમી વસ્તુ નરકની વાટ છે. અપરાધી ખરો કે ખોટો છે એની તપાસ ન કરતાં પરભારી જ શિક્ષા ફરમાવી દેવી એજ નરકની વાટ છે. કેમ, હવે આપે માગેલી પાંચે વસ્તુઓ મળી ગઈને ? જો બરાબર હોય તો બાદશાહને જવાબ લખી આપો.” એમ કહી બીરબલ ચુપ થઈ ગયો.

લંકાપતિ અને તેના સર્વ દરબારીયો વગેરે બીરબલની