પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯

જ્વાલાજીમાં બીરબલના હોવાની ખબર મળતાં બાદશાહે ત્યાં માણસ મોકલ્યો, પરંતુ ક્યાંય પtતો લાગ્યો નહીં.

બે વર્ષ પછી સીઢે ગામમાં કોઇ બ્રાહ્મણે પોતાને બીરબલ તરીકે ઓળખાવવા માંડ્યો. તે કહેતો હતો કે “ હું બીરબલ છું, પઠણો જોડે યુદ્ધ કરતાં હું ઘવાયો હતો; પરંતુ એક સાધુએ મારા પ્રાણ બચાવ્યા. “ એ બ્રાહ્મણનો ચહેરો બીરબલને મળતો જ હતો, તેમજ તે જે વાત કહેતો એ પણ બરાબર હોવાથી બાદશાહે તેને પોતાની પાસે બોલાવી, મંગાવ્યો, ૫ણ રસ્તામાં જ તે મરણ પામ્યો. આ બીના ‘અકબરનામા’ માં વર્ણવી છે.

‘મુન્તખિબુત્તવારીખ’ માં લખ્યું છે કે “સને ૩૯૯ હી. ( સંવત ૧૬૪૪) માં એવી અફવા ઉડી કે બીરબલ લડાઈમાં ઘાયલ થઇ નગરકોટના પર્વતોમાં ચાલ્યો ગયો હતો, અને હવે સાધુ બની ગયો છે. પરંતુ બાદશાહે ત્યાં માણસ મોકલતાં એ વાત જુઠી ઠરી. એ પછી એવા સમાચાર મળ્યા કે બીરબલ કલિન્જરમાં સંતાઈ રહેલો છે. ( આ કિલ્લો બીરબલની જાગીરનો હતો ). બાદશાહે ત્યાંના કોતવાલને નામે બીરબલને શોધી કાઢવાનો હુકમ મોકલ્યો. તેણે એક યાત્રીને બીરબલ ગણી સંતાડી રાખ્યો હતો, એટલે ભેદ ઉઘાડો ન પડે એટલા માટે તેણે પેલા યાત્રીને મારી નાંખી બાદશાહને લખી મે કહ્યું કે “થોડા દિવસ થયાં અત્રે બીરબલ છુપા વેશે આવ્યો હતો, તેને મેં અત્રે સન્માનપૂવક રાખ્યો હતો; પરંતુ કોણ જાણે શાથી તે એકાએક મરણ પામ્યો.” આ રીપોર્ટ સાંભળી બાદશાહને વધુ શોક થયો અને ક્રોધના આવેશમાં કોતવાલ તેમજ બીજા પણ કેટલાક માણસોને ખબર ન આપવાના અપરાધ માટે કેદ કર્યા અને પછી હઝાર હઝાર રૂપીયા દંડ લઈ છોડી મૂક્યા.

બીરબલની પ્રકૃત્તિમાં ઈશ્વરે સર્વ ગુણ એકત્ર કરી મૂક્યા હતા. દરબારના અન્ય અમીર તેની બરાબરી કરી શકે એમ ન હતું. દરેક વિષયમાં, પછી ભલે તે વિષયનું તેને જ્ઞાન હોય કે ન હોય, પરંતુ