પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
બીરબલ વિનોદ.


મૂકો કે કોની સ્ત્રી પતિવ્રતા છે. જેની સ્ત્રી તપાસ કરતાં તેવી સાબિત થશે તો તેને હું ઘણું જ માન આપીશ. પણ જો એથી વિરૂદ્ધ હશે તો ગરદન મારવામાં આવશે.”

બીરબલે બાદશાહની આજ્ઞા મુજબ બીડો ફેરવ્યો, પણ કોઈ ઉઠ્યું નહીં, કેમકે કોઈનેય પોતાની સ્ત્રી વિષે પોતાના મનમાં ખાત્રી ન હતી. જયારે કોઈ ન ઉઠ્યું ત્યારે બાદશાહ બોલ્યો “અરે, શું આટલા બધા મોગલ સરદારો, હીંદુ રાજાઓ, સરદારો અને અમીરો અત્રે બેઠા છે તેમાં કોઈનીયે સ્ત્રી પતિવૃતા નથી ? ખરેખર, તમને ધિક્કાર છે !!”

બાદશાહનું આવું બોલવું સાંભળી અમરસિંહ રાઠોડે ઉભા થઈ કહ્યું “જહાંપનાહ ! આપ શું બોલો છો ? શું રાજપૂતોનું શૌર્ય સમુળગુંજ નાશ પામ્યું છે ? શું કોઈને પણ પોતાની સ્ત્રી વિષે ખાત્રી નથી ? શું દુનિયામાં પતિવૃતા સ્ત્રીયો જ રહી નથી ? હુઝૂર ! આપ એકદમ બધાને ન ધિક્કારો. મ્હારી પોતાની સ્ત્રી સતી, મહા સાધ્વી પતિવૃતા છે.”

અમરસિંહને ઉશ્કેરાયલો જોઈ બધા દરબારીયો ચુપ થઈ ગયા. અમરસિંહે બીડો ઉઠાવી લીધો એટલે બધા દરબારીયોનાં મોઢાં ઉતરી ગયાં, કોઈએ ઉંચી આંખ સરખીચે કરી નહીં. બધા માંહે માંહે કહેવા લાગ્યા કે “આ રજપૂતે તો આપણા સર્વની આબરૂ લીધી, માટે કોઈ ઉપાય યોજી કાઢવો જોઈએ.”

એક કાણીયો અમીર તો ઘણોજ તપી ગયો હતો. તે જેમ તેમ હીંમત આણી ઉોભો થઈ બોલ્યો “જહાંપનાહ