પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૫
રજપૂતાણીનું પતિવૃત.


અમરસિંહ આટલી બધી શેખી મારે છે પણ હું એમની સ્ત્રીને સારી પેઠે ઓળખું છું અને એમના ઘરનાં બધાં છિદ્ર હું સારી રીતે જાણું છું. જો આપ મ્હને રઝા આપો તો હું આપની ખાત્રી કરી આપીશ.”

બાદશાહે તેને રઝા આપી એટલે કણીયાએ અરઝ કરી “હુઝૂર ! જ્યાંસુધી હું એમના ગામથી પાછો ન આવું ત્યાં સુધી અમરસિંહને અહીંચાં પુરતા ચોકી પહેરામાં રાખવા જોઈયે, નહીં તો કદાચ એ સંદેશ મોકલાવી પોતાની સ્ત્રીને ચેતાવી દેશે.”

બાદશાહે કહ્યું “ભલે, એમ કરવામાં આવશે. પરંત જો તું અમરસિંહની સ્ત્રીને પતિવ્રતા પણાનો ભંગ કરનારી સાબિત નહીં કરી શકે, તો ત્હારો શિરચ્છેદ કરવામાં આવશે. માટે હજી પણ એકવાર વિચાર કરી લેવાની તને રઝા આપવામાં આવે છે.

કાણીયો જુસ્સામાંને જુરસામાંજ બોલી ઉઠ્યો “હુઝૂર ! એ વાતનો પૂરતો વિચાર કરી રાખેલો છે. આપના ચરણના પ્રતાપે હું એ વાત સાબિત કરી બતાવીશ.”

એટલે બાદશાહે તેને જવાની પરવાનગી આપી અને અમરસિંહને નઝર કેદ તરીકે રાખ્યો. બધા અમીર ઉમરાવો ઘણો જ આનંદ પામ્યા અને કાણીયો અમરસિંહના ગામ તરફ રવાના થયો. ગામમાં પહોંચી તેણે તજવીઝ કરી તો માલુમ પડ્યું કે, ગામમાં કોઈયે પણ અમરસિંહની સ્ત્રીનું મોઢું સરખુયે જોયું ન હતું. એટલું જ નહીં, બલ્કે તેના મહેલમાં શું છે એ પણ કોઈ જાણતું ન હતું. અમીર સાહેબને હવે પસ્તાવો થવા લાગ્યો અને પોતાના શિરચ્છેદ