પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
બીરબલ વિનોદ.


મ્હારે ન જોઈએ ! શું મ્હારે ઘેર એવી વસ્તુઓની ખોટ પડી છે કે ત્હારી પાસે આવી તુચ્છ વસ્તુઓ માટે સવાલ કરું ? મ્હેતો જાણ્યું કે લાવ, વહુની યાદગીરી લઈયે, પણ વહુ આપે કેમ ?!”

રાણીયે ઘણો પસ્તાવો કરી તેના કાલાવાલા કરી સમજાવી અને રૂમાલ, કટાર લેવા માટે રાઝી કરી, આટલેથી પણ કામ ખતમ ન થયેલું હોવાથી ફોઈબા તો નીરાંતે મહેલમાં મહેમાન પડ્યા અને નિત્ય આમ તેમના ટોળ ટપ્પા મારી રાણીને ફોસલાવવા માંડી. એક દિવસ પોતે રાણીને ન્હવરાવવા બેઠી અને તેના ગુહ્ય ભાગના ચિન્હો જોઈ લીધા. ત્યાર પછી બે ત્રણ દિવસ ત્યાં વધુ રોકાયા બાદ ફોઈબા ત્યાંથી વિદાય થઈ અમીર સાહેબ પાસે ગયા અને રથ, સિપાહીયો, રૂમાલ, કટાર આપી દીધું. અમીર સાહેબે ગુપ્ત નીશાનીયો પૂછતાં તેણે ઈનામ માગ્યું. અમીર સાહેબે તરતજ રૂપીયા ગણી આપ્યા એટલે માલણે બધી વાત ખુલાસાવાર કહી સંભળાવી; ગુપ્ત ચિન્હો પણ કહી આપ્યાં.

કાણીયાએ અત્યંત આનંદ પામી બીજે જ દિવસે દિલ્હી તરફ કૂચ કરી અને મજલો કાપતો પંદરમે દહાડે બપોરે દરબારના વખતે જ શહેરમાં આવી પહોંચ્યો. પૂરેપૂરી નિશાની અને રૂમાલ તથા કટાર મળેલાં હોવાથી તે ઠંડે કાળજે ઘેર ગયો અને બરાબર ખાઈ પીને, કપડાં લત્તાં પહેરી દરબારમાં “હુઝૂર સલામત !” કરતો જઈ પહોંચ્યો, અને જાણે પોતે મ્હોટો વાઘ માર્યો હોય તેમ મૂછોપર તાવ દેતો છાતી કાઢીને બેઠો. બાદશાહે