પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯
રજપૂતાણીનું પતિવૃત.


અગત્યનું કાર્ય ખતમ થતાં કાણીયાને પૂછ્યું “કેમ, તમે ખાત્રી કરી શક્યા કે નહીં ?”

અમીરે કહ્યું “જહાંપનાહ ! આપના પ્રતાપે હું અમરસિંહને ગામ ગયો, ત્યાં રાણીએ મ્હને મહેમાન તરીકે રાખ્યો. બે મહીના અમે ઘણા ઘણા પ્રકારની આનંદ ક્રીડામાં વીતાડ્યા."

બાદશાહ વચમાં જ બોલી ઉઠયે “એની સાબિતી શી છે ?”

કાણીયાએ કહ્યું “હુઝુર ? રાજા સાહેબના મહેલમાં દાખલ થવાના સાત દરવાઝા છે. તે દરેક દરવાઝા પર સો રજપુતો ચોકી ભરે છે. ત્યાર બાદ દાસીયોનો પહેરો આવે છે. રંગ મહેલના બારણા પાસે એક આરસી જડેલી છે, જેમાં માણસનું આખું શરીર દેખાય છે. રંગ મહેલમાં ચાર ઝરોખા છે અને સાત બારીયો છે. વચમાં રૂપેરી કુરસીયો ગોઠવી છે, જેની ઉપર કિનખાબ જડેલું છે. રાણીનું સૌન્દર્ય તો એટલું બધું અલૌકિક છે કે, તે વર્ણવી બતાવવા માટે પૂરતા શબ્દો નથી. તેના પરસેવામાં ગુલાબના અત્તરની સુગંધ આવે છે. મહેલના ઉદ્યાનમાં અનેક પ્રકારના મનોહર વૃક્ષો ઉગેલા છે. વચ્ચે એક ફુવારો પણ છે, જેમાંથી પાણી ચક્કરી ખાઈ દસ હાથ ઉંચે ઉડે છે. વળી અનેક જાતના પક્ષીઓના પાંજરા પણ ગોઠવેલા છે.” આટલું બોલી કાણીયો ચુપ થઈ ઉભો.

બાદશાહે રાઠોડને પૂછ્યું “કેમ અમરસિંહ ! હવે તમે શું કહેવા માગો છો ?” અમરસિંહે કહ્યું “જહાંપનાહ ! એમાં તે શું મ્હોટી વાત કરી ? એટલું તો મ્હારી પ્રજા પણ જાણે છે અને ત્યાંના વતનીઓ અહીંયાં રહે