પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦
બીરબલ વિનોદ.


તેઓ પણ આ બધી વાત આપને કહી આપશે. જો કોઈ ગુપ્ત ભેદ અમીર સાહેબ બતાવે તોજ એમની વાત માન્ય કરી શકાય.”

કાણીયો એટલું તો ઈચ્છતોજ હતો. તેણે બાદશાહ પૂછે તે પહેલાંજ ભરડવા માંડ્યું “ જહાંપનાહ ! મ્હારી પાસે એવી ગુપ્ત સાબિતીયો પણ છે. (પેલો રૂમાલ અને કટાર બતાવી) હુઝૂર ! આ રૂમાલ અને કટાર રાણીએ મ્હારા પર પ્રસન્ન થઈ મ્હને ભેટ આપ્યા છે. એ વસ્તુઓ રાજા સાહેબે રાણીને દિલ્હી આવતી વખતે પોતાની યાદગીરી તરીકે આપી હતી.”

બીરબલે તે વસ્તુઓ અમરસિંહને આપી કહ્યું “અમરસિંહ ! જુઓ, એ તમારીજ ચીઝો છે કે નહીં, તેની ખાત્રી કરી લો.”

અમરસિંહ તે વસ્તુઓ ઓળખી લીધી. હવે તો તેને પણ પોતાની સ્ત્રીની ભ્રષ્ટતાની ખાત્રી થવા લાગી. પણ પછી મીયાંએ કોઈ પ્રપંચદ્વારા એ વસ્તુઓ મેળવી હોય એમ ધારી તેણે બાદશાહને અરઝ કરી કે “હુઝૂર ? આ વસ્તુઓ છે તો મ્હારીજ, પણ કદાચ કોઈ અન્ય પ્રપંચદ્વારા તે હસ્તગત્ કરાઈ હોય તો તે સંભવિત છે, માટે કોઈ બીજો વધુ સજ્જડ પુરાવો મળવો જોઈએ.”

કાણીયો બોલી ઉઠ્યો “જહાંપનાહ ! જો આને પ્રપંચદ્વારા મેળવેલી જાણી રાજા સાહેબ વધુ સજ્જડ પુરાવો માગતા હોય, તો હવે લાચારીયે પણ હું છેલ્લી નિશાની તરીકે રાણીના શરીર પરના ચિન્હો કહી આપુ છું. જે સાંભળ્યા બાદ મ્હને સંપૂર્ણ ખાત્રી છે કે રાજા સાહેબ