પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦

માથું મારવા બીરબલ તૈયાર, ધર્મસબંધી શાસ્ત્રાર્થોમાં હાજર, પ્રબંધકારિણી સભાઓમાં અને હીસાબના કામમાં દખલ દેવા તૈયાર, રાજ્યકારોબારમાં પોતાની સલાહ આપવામાં જાણે પોતાના સમયનો ગ્લેડસ્ટોન અથવા પ્રિન્સ બિસ્માર્ક હતો. તલવાર વિના લડવામાં અને વગર તોપે તોપખાનું ઉડાવી દેવામાં જાણે તે સમયનો મહાત્મા ગાંધી, શિકારમાં પણ પ્રવીણ, નાચરંગના જલસાઓને પણ સુશોભિત બનાવનાર. ટુંકમાં એટલું જ કે દરેક કામમાં બીરબલ દરપળે તૈયાર, અને બાદશાહનું મનરંજન કરવા પ્રતિક્ષણ ઉત્સુક એવા ચપળ અને વિદ્વાન મંત્રી માટે બાદશાહને એટલો બધો શોક થાય એ સ્વાભાવિકજ કહેવાય.

બીરબલ કવિ તરીકે.

રાજા બીરબલ કાવ્ય રચનામાં બહુજ નિપૂણ હતો, સમસ્યાપૂર્તિ બહુજ શીધ્ર કરતો, પોતાના કાવ્યમાં નામને બદલે “બ્રહ્મ” શબ્દ લખતો. બીરબલના કાવ્યો ભાષાલંકાર પરિપૂર્ણ અને ચમત્કારી છે, એના કાવ્યો છુટા છવાયા ક્યાંક જુના પુસ્તકોમાંથી મળી આવે છે; પરંતુ પુસ્તક આકારમાં પ્રગટ થયાં નથી, વાંચકોની જાણ ખાતર એક કાવ્ય અમે નીચે આપીયે છીયે

સવૈયા.

પૂત કપૂત, કુલક્ષણ નારી, લરાક પરોસ, લજાવન સારો,
ભાઇ અદેખ, હિતૂ કચલંપટ, કપટી મીત, અતીત ધુતારો;
સાહબ સુપ્ર, કિસાન કઠોર, ઓર માલિક ચોર,દિવાન નકારો,
"બ્રહ્મ" ભનૈસુનશાહ અકબર, બારહુ બધી સમુદ્રમેં ડારો-૧


ગર્ભ ચઢે, પુનિ સૂપ ચઢે; પલના પૈ ચઢે, ચઢે ગોદ ધનાકે;
હાથી ચઢે, ફિર અશ્વ ચઢે, સુખપાલ ચઢે, ચઢે જોમ ધનાકે;
વૈરી ઔ મિત્રકે ચિત્ત ચઢે કવિ “બ્રહ્મ” ભનૈ દિન બીત પનાકે;
ઈશ્વર કૃપાલુ કો જાનિયો નાહીં, અબ કાંધે ચઢ ચલે ચાર જનાકે-૨