પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
બીરબલ વિનોદ.


આવકાર આપ્યો. રાણીએ બધી બીના તેને સ્વિસ્તર કહી સંભળાવી.

બીરબલે એ બધી બીના બરાબર સાંભળી લીધા પછી કહ્યું “રાણી બા ! ઠીક થયું જે આજે તમે આવી પહોંચ્યાં. પણ અમરસિંહ તમારા કરતાં અગાઉ નીકળી ચુક્યા છે એમ તમે જણાવો છો, છતાં અહીં કેમ ન આવી શક્યા ? શું તેઓ મોતથી ડરી જઈ ક્યાંક બીજે પલાયનમ્ કરી ગયા ? કાલે એમને ફાંસીએ ચઢવાનો દિવસ છે, જો તેઓ કાલ સૂધીમાં નહીં આવી પહોંચેતો બીચારો મોતીચંદ શાહુકાર ફાંસીએ લટકશે. ખેર, તમે હમણાં બેકીકર રહો. જો અમરસિંહ કાલે આવી પહોંચે તો હું તમને દરબારમાં તેડાવીશ એટલે તમે ત્યાં આવી બાદશાહ આગળ બધો ખુલાસો કરજો. અથવા જો અમરસિંહ ન આવે તો મોતીચંદને બદલે તમે ફાંસીએ ચઢવાનું કબુલી લઈ બીચારા મોતીચંદને છોડાવવો એટલે બાદશાહને કહીને હું તમને પણ છોડાવીશ.” રાણીયે તેમ કરવા કબુલાત આપી.

બીજે દિવસે સ્હવારમાંજ મોતીચંદને ફાંસી આપવા સ્મશાનભૂમિ તરફ લઇ જવા લાગ્યા. બીરબલના ઘર પાસેથી પસાર થતાં કોતવાલે બીરબલને ખબર આપી. બીરબલે તેને બધો પ્રકાર સમજાવી દીધો અને ઉતાવળ ન કરવાની સૂચના આપી. સ્મશાનભૂમિમાં પહોંચી કોતવાલે મોતીચંદને કહ્યું “શેઠ ! અમરસિંહ અત્યારસુધી આવ્યા નથી, માટે આપને હવે ફાંસીએ ચઢવું પડશે.” આ સાંભળી મોતીચંદે આનંદપૂર્વક ઉત્તર આપ્યો “હું અત્યંત ખુશ છું. જો મ્હારા ભોગે પણ મ્હારો મિત્ર બચી જવા પામે