પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬
બીરબલ વિનોદ.


અમરસિંહને અત્યારે જ બંધન મુક્ત કરી દેવા જોઈએ. આ સ્ત્રી એમની રાણી છે ( સૌ વિસ્મય પામ્યા) અને તે ખરેખર સતી પતિવૃતાજ છે. ” આટલું કહી તેણે બધો વૃત્તાંત બાદશાહને કહી સંભળાવ્યો. અમરસિંહનો પણ પોતાની સ્ત્રી પ્રત્યેનો ગુસ્સો નરમ પડ્યો. બાદશાહ કણીયા પ્રત્યે ઘણોજ ક્રોધે ભરાયો અને તેને સંબોધી કહેવા લાગ્યો “બદમાશ, નાલાયક ! તું આવાં જ કાવત્રાં કરી લોકોની આબરૂ ધુળમાં મેળવવા માટે અવતર્યો છે ? દુષ્ટ પાપી ! હવે તારે ફાંસીએ ચઢવું પડશે. તારી બધી માલ મીલ્કત સરકારમાં ઝપ્ત કરવામાં આવશે.”

કાણીયો ધ્રુજી ઉઠયો. તેણે બાદશાહની ઘણી ઘણી માફી માગી પણ બાદશાહ ન માન્યો. આખરે અમરસિંહે હાથ જોડી અરઝ કરી “ હુઝૂર ! એણે જે બદમાશી કરી તે જોતાં તો એ ફાંસીને લાયકજ છે, પરંતુ ઈશ્વરે તેને તેની બદમાશીને બદલો આપી દીધો. હું એને માફ કરૂં છું માટે આપ પણ દયા લાવી માફી બક્ષો અને તેને જીવતો રહેવા દો.”

બાદશાહે કહ્યું “અમરસિંહ ! તમારા કહેવાથી હું તેને ફાંસીએ ચઢાવતો નથી, પણ એવા દુષ્ટ માણસનું મારા રાજયમાં કામ નથી, એવા નાલાયકને તો દેશપાર જ કરવા જોઈયે. કાણીયા ! અમરસિંહના કહેવાથી હું તને ફાંસીએ ચઢાવતો નથી પણ તારે અત્યારે જ મારા રાજ્યમાંથી ચાલ્યા જવું અને તારી બધી દોલત સરકારમાં ઝપ્ત કરવામાં આવે છે.”

ત્યારપછી બાદશાહે રાણીને ધન્યવાદ આપ્યા અને