પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦
બીરબલ વિનોદ.

એક દરબારીચે ઉભા થઈ જવાબ આપ્યો કે “ સદાચારી રહેવું.”

પંડિતે કહ્યું “ ના, એ જવાબ નથી. સદાચારી તો દરેક અવસ્થામાં રહેવુંજ જોઈએ.”

બીજો દરબારી બોલ્યો “ઈશ્વરના આજ્ઞાધીન રહેવું.”

પંડિત એ જવાબ પણ ખોટો કહ્યો એટલે બીજા દરબારીયોએ જવાબ ખોટો પડતાં કૃત્રિમ પાંડિત્ય જાણાઈ આવવાની બ્હીકે મુંગા બેસી રહેવામાંજ શોભા ગણી તેમણે મનમાં વિચાર કર્યો કે “ બીરબલ અથવા જગન્નાથ પંડિત એના સવાલોના જવાબ આપી શકશે, માટે જોઈયે તેઓ શું કહે છે.”

જગન્નાથ પંડિત તે દિવસે દરમ્બરમાં આવેલા ન હોવાથી બીરબલે જવાબ આપવાનું પોતાનું ફર્ઝ ગણ્યું. તેણે તરતજ ઉભા થઇ કહ્યું “પંડિતજી ! વૃદ્ધાવસ્થામાં સુખે રહેવાનો ઉપાય મનુષ્યે જુવાનીમાં યોજવો જોઈએ.”

પંડિતે બીરબલનો જવાબ માન્ય રાખ્યો અને ત્યારબાદ નીચે પ્રમાણે પ્રશ્નોત્તરી થઈ:--

સવાલ– “એવું શું છે જે, પાછળથી આવે છે અને આગળથી જાય છે ?

જવાબ–“દાંત. એ માણસના જમ્યા પછી આવે છે, મરણ અગાઉ ચાલ્યા જાય છે.”

સ– “ નાશ ન પામે એવું શું ?

જ– "કીર્તિ.”

સ–“એવી કઈ બે ચીઝો છે કે, જે એક બીજાની પાસે છે, છતાં મળી શકતી નથી?"