પૃષ્ઠ:Birbal Vinod.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૧
પંડિતના પ્રશ્ન

જ- આંખો. બેઉ એકમેકની પાસે છે, છતાં વચ્ચે નાક નડેલું છે, જેથી તેમનો મેળાપ થતો નથી.”

સ--“ સુખી રહેવાનો માર્ગ કયો ?”

જ—“ સંતોષી રહેવું તે."

સ-“કઈ વસ્તુ બહુમૂલ્ય અને વખાણવા લાયક છે?"

જ-—“ કારીગરીથી બનાવેલી.”

સ–“સૌથી ઉત્તમ ધંધો કયો ?”

જ- "ખેતીનો.”

સ—-“મુર્ખ કોણ કહેવાય?”

જ—“જે પોતાનો સ્વાર્થ નથી સમજતો તે.”

સ– “કજીયાનું મૂળ શું ?”

જ--“હાંસી.”

સ--“એવું શું છે કે, જે પોતાના પડોસીયોને પણ પોતાના જેવા જ બનાવી દે?"

જ--“ સુખડ.”

સ-“ સંતોષકારક કામ ક્યારે થાય ?”

જ—-“ જ્યારે પોતાને હાથે કર્યું હોય ત્યારે."

બીરબલે પોતાના ઉપરાચાપરી સવાલના જરા પણ વિચાર કર્યા શિવાય સચોટ ઉત્તરો આપેલા જોઈ પંડિત ઘણોજ પ્રસન્ન થયો. બાદશાહ પણ બીરબલની જીત થયેલી હોવાથી બહુજ ખુશ થયો અને પંડિતને તથા બીરબલને ભારે ઇનામ આપ્યું.