પૃષ્ઠ:Birbal Vinod.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
બીરબલ વિનોદ.

લાગ્યું. તેણે પેલા ખેડુતને પોતેજ સવાલ પૂછયો કે “તને આમ કરવાનું કોણે શીખવ્યું?”

ખેડૂતે બેદરકારી સાથે જવાબ વાળ્યો “ શીખવનાર તે વળી કોણ હોય ? અમે ખેડૂત વગાડામાં વસીયે તો પછી આટલુંયે ન જાણીયે ?”

બાદશાહે કહ્યું “ આ કાંઇ જેવી તેવી વાત નથી, એમાં ચતુરાઈ રહેલી છે, માટે અવશ્ય તને કોઈયે શીખવેલુંજ હોવું જોઈએ. જો તું એ શીખવનારનું નામ બતાવીશ તો તને બમણું ઇનામ આપીશ. ”

બીરબલે તેને શીખવી મૂકયું હતું કે 'બે ચાર આડા અવળા જવાબ આપ્યા બાદ તારે મ્હારે વિશે કહેવું.' એટલે બાદશાહે બીજીવાર પૂછયું ત્યારે ખેડુતે કહ્યું “ધર્માવતાર !બે ત્રણે મહીનાથી અમારા ગામમાં એક સાધારણ દેખાવનો, છતાં અત્યંત ચતુર પુરૂષ આવીને રહ્યો છે. એની ચતુરાઈને પ્રતાપે ગામમાં ઝાઝા ગુનાહો બનતા નથી અને અમારા ગામના કજીયા પણ એ ન્યાયસર પતાવે છે. એણે જ મ્હને શીખવાડીને અત્રે મોકલ્યો છે.”

બાદશાહની હવેતો સંપૂર્ણ ખાત્રી થઈ ગઈ કે બીરબલ શિવાય એ માણસ બીજો હોયજ નહીં. તેણે ખેડૂતને ઈનામ આપી તેની સાથે પોતાના અમલદારને મોકલ્યા અને એવી આજ્ઞા કરી કે "જો તે માણસ બીરબલજ હોય તો ભારે માન સાથે તેને તેડી લાવો.”

પેલા અમલદારો ખેડૂત સાથે તે ગામમાં ગયા અને બીરબલને જઈ મળ્યા. બીરબલને બરાબર રીતે તેમણે