પૃષ્ઠ:Birbal Vinod.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૯
ન્હાની લીટી કોની ?

ઓળખી લીધો અને બાદશાહનો સંદેશો કહી સંભળાવ્યો. પણ બીરબલે બ્હાનું કાઢયું કે “મ્હારી પાસે આ શિવાય બીજો પોષાક નથી, માટે ઘેરથી પોષાક મંગાવી પહેરીને આવીશ.”

આ સાંભળી એ અમલદારો ઉભા થયા. તેમણે કહ્યું "રાજા સાહેબ ! બે કલાકનોજ રસ્તો છે એટલે અમે પોતે હમણાં જ ઘોડા દોડાવતા જઈને આપનો પોષાક લઈ આવીયે છીયે.” એમ કહી તેઓ આગ્રે પહોંચ્યા અને બીરબલને ઘેર જઈ તેની સ્ત્રી પાસેથી બીરબલનો પોષાક લઇ પાછા બીરબલ પાસે ગયા. બીરબલે ખુશ થઈ પોષાક પહેર્યો અને ઘરની બહાર નીકળી કહ્યું “ અરે, પણ તમે ઘોડો તો ભૂલી જ ગયા ?!”

બીચારો એક અમલદાર પાછો શહેરમાં ગયો અને દરબારી ઘોડો લઈ હાઝર થશે એટલે તેને ત્રણ તેડા ગણીને બીરબલ તેમની સાથે પાછો બાદશાહ પાસે હાઝર થયો, બાદશાહ તેને જોઈ અત્યંત આનંદ પામ્યો. પોતે કરેલા અપમાનની તેણે એકાન્તમાં માફી પણ માગી અને ભારે ઈનામ પણ આપ્યું.

વાર્તા ૧૬૪..
ન્હાની લીટી કોની ?

એક દિવસે બાદશાહ દરબારમાં બેઠો હતો. બીરબલની ગેરહાજરીનો લાભ લઈ, એક બીરબલના દ્વેષી દરબારીએ બાદશાહને અરઝ કરી “ હુઝૂર ! આપના દરબારમાં રાજા ટોડરમલ, રાજા ભગવતસિંહ, નવાબ અબુલ