પૃષ્ઠ:Birbal Vinod.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૨
બીરબલ વિનોદ.

બીરબલ આવી પહોંચતાં બાદશાહે તેને કુરસી આપી બેસાડ્યો અને આમતેમની થોડીક વાત કર્યા પછી પુછયું "બીરબલ ! આ પૃથ્વિનું મધ્ય કયાં હશે વારૂ?”

બીરબલે તરતજ જવાબ આપ્યો “જહાંપનાહ ! આપના દરબારના બરાબર મધ્ય ભાગમાં પૃથ્વિનું પણ મધ્ય આવેલું છે.”

બાદશાહે કહ્યું “એની શી ખાત્રી?”

બીરબલ બોલ્યો “ હુઝુર ! જો ખાત્રી કરવી હોય તો આપ માપી જુઓ. આપ જેવા મહાન શહેનશાહનું આ પાટનગર છે, જ્યાં બધા દેશના વ્યાપારીયો વ્યાપારાર્થે સેંકડો નહીં, બલ્કે હઝારો ગાઉ દૂરથી આવે છે. એટલે પૃથ્વિનું આ મધ્ય નહીં તો બીજું કયું હોય ?”

બીરબલની ચતુરાઈ જોઈ બાદશાહ ઘણો જ આનંદ પામ્યો અને બેગમને પણ પોતાની ભૂલ જણાઈ આવી. તેણે બાદશાહને કહી બીરબલને ભારે ઈનામ અપાવ્યું.

સમાપ્ત