પૃષ્ઠ:Birbal Vinod.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩


છે. "માઅસિરૂલઉમરા” માં લખ્યું છે કે “ રાજા બીરબલ પોતાના સમયમાં એકમાત્ર દાની પુરૂષ હતો, બીજો કોઇ તેની બરાબરીએ આવે તેમ ન હતું.”

બીરબલની ઉદારતાએ તેની ખ્યાતિમાં ઘણોજ વધારો કર્યો હતો. તેની પ્રશંસા તરીકે કવિ ગંગ લખે છે —

કબિત,

દિલ્લીસે ન તખ્ત બખ્ત મુગલનસે હોય હેં,
હોય હેં નગર ન કહુ આગરે નગરસે;

ખાનનમેં ખાનખાના, રાજનમેં રાજા માન,
હોં હેં ન વઝીર કહું, ટનડન ટોડરસે;

કવિ ગંગસે ગુની, ન તાનસેન તાનધારી,
બૂચનસે ન કાનૂંગો, ન દાતા બીરબરસે,

સાતદ્વીપકે મઝાર, સાતહુ સમુદ્રપાર,
હોં હેં ન જલાલુદ્દીન, ગાઝી અકબરસે.

રાજાની ઉદારતાની પ્રશંસા એટલે સુધી છે કે, તે ક્યારેક સીમાનું પણ ઉલંધન કરી જેતે. ઉર્ચ્છાના રાજા ઈંદ્રજિતને ત્યાં કેશવદાસ નામનો એક મહા કવિ રહેતો હતો, તેને કોઈ કામ પ્રસંગે બાદશાહના દરબારમાં આવવું પડ્યું, અહીંયાં નાણાંની જરૂર પડતાં, રાજા તેની આવશ્યકતા પૂર્ણ કરી શકશે એમ વિચારી તેણે બીરબલને ઘેર જઈ હાક મારી. બીરબલ તે પ્રસંગે અજીર્ણના રોગથી પીડાતો હતો, એટલે અંદરથી કહેવડાવ્યું “મને અજીર્ણને કારણે અત્યંત પીડા થતી હોવાથી બ્હાર આવી શકું એવી સ્થિતિમાં નથી.” આ સાંભળતાં જ કેશવદાસે નીચેનો દોહરો બીરબલને લખી મોકલ્યો :-

જસ જારયો સબ જગત્‌કો, તોય અજીરન હોય;
અપયશકી ગોલી દઉં, તત્કાલે સુધ હોય.

એ દોહરો બીરબલના કાળજામાં તીર સમાન વાગ્યો, ઘરની અંદર બેસી રહેવાનું તેને માટે અસહ્ય થઈ પડ્યું, તરતજ તે બ્હાર નીકળ્યો. તેને જોતાં જ કેશવદાસે નીચેના સવૈયો કહ્યો :–