પૃષ્ઠ:Birbal Vinod.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫.


બે બોલ.

આખા હીંદુસ્થાનમાં ભાગ્યેજ કોઈ એવો મનુષ્ય હશે કે જે મહાન પ્રતાપી, ગૌરવશાલી, મોગલ સમ્રાટ્ અકબર બાદશાહ અને તેના દરબારના રત્ન, નીતિ ધુરંધર, ભારતમાર્તંડ, બુદ્ધિશાલી રાજા બીરબલના નીતિરસથી છલાછલ હાસ્યરસોત્પાદક રસીલા ટુચકાઓ અને રમુજી વાર્તાઓથી અજ્ઞાત હશે.

એ વાર્તાઓમાં અને ટુચકાઓમાં કેવળ હાસ્યરસ જ સમાયલો નથી, બલ્કે અનેક પ્રકારના હિતોપદેશનો સાક્ષાત્કાર થાય છે. એ વાર્તાઓ અને ટુચકાઓ હાઝર જવાબી શીખનાર માટે તો એક ઉત્તમ ગુરૂની ગરજ સારે તેમ છે.

ગુજરાતી, હીંદી, મરાઠી આદિ ભાષાઓમાં એ વાર્તાઓ અને ટુચકાઓ, જુદા જુદા લેખકો અને પ્રકાશકોએ પુસ્તક આકારમાં રજુ કર્યાં છે; પરંતુ એ સર્વમાં અપૂર્ણતાજ રહેવા પામી છે.

હું માંદો પડી જવાને કારણે મુંબઈથી ‘ધી સેન્ટ્રલ ખિલાફત કમીટી.’ તરફથી પ્રગટ થતા ગુજરાતી સાપ્તાહિક પેપર “ખિલાફત”ના ઉપતંત્રી તરીકેનું રાઝીનામું આપી અમદાવાદ આવ્યો એટલે ગુજરાતના સુપ્રસિદ્ધ ગ્રંથપ્રકાશક અને ગ્રંથવિક્રેતા અને મ્હારા પરમમિત્ર શેઠ ગાવિંદ મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેએ બીરબલ અને બાદશાહના લતીફાઓ (વિનોદ વચનો)નો એક અપૂર્વ સંગ્રહ તૈયાર કરી આપવાનો અનુરોધ કર્યો. મ્હેં પણ એમની આજ્ઞા અને સમ્મતિને શિરોસાધ્ય ગણી ઉર્દુ, મરાઠી, હીંદી અને ગુજરાતી ભાષાઓમાં એમાં છપાયેલા લતીફાઓને સાદી, સરળ અને ઘરગથ્થુ ગુજરાતી ભાષામાં ગુર્જર પાઠકો સમક્ષ રજુ કરવા પ્રયાસ કર્યો છે. આશા છે કે પ્રિય વાંચકો મ્હારા એ પ્રયાસથી અવશ્ય સંતોષિત્ થશે.

કબર અને બીરબલના ચરિત્રો સિવાય અન્ય વાર્તાઓનો ઇતિહાસ જોડે લેશ પણ સંબંધ નથી, એટલે કેટલીક વાર્તાઓ