પૃષ્ઠ:Birbal Vinod.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બીરબલ વિનોદ.

વાર્તા ૧.

તેરીભી ચુપ ઓર મેરીભી ચુપ.

બાદશાહના દરબાર સુધી બીરબલના પહોંચવા વિષે અનેક વાર્તાઓ પ્રખ્યાત છે, જે અમે આ પુસ્તકમાં વાંચકો સ્હામે રજુ કરી છે. તેમાંની આ એક વાર્તા એવી છે. જેમાં સત્યતાનો અંશ, એવા આદર્શ પુરૂષોની બાબતમાં લખાયલી હોવાથી અમને તો જણાતો નથી, છતાં પણ તેમાં- થીએ કેટલુંક જ્ઞાન મળી શકે એમ છે, એટલે એ વાર્તા નીચે અમે રજુ કરીયે છીયે. જોકે એ ઉપરથી બાદશાહ અથવા બીરબલના ચારિત્ર્ય ઉપર આપણાથી આક્ષેપ ન જ કરાય.

એક દિવસે ગણગૌરી ત્રીજનો મ્હોટો હીંદુ તહેવાર હોવાથી દિલ્લી શહેરના શોકીન સ્ત્રીપુરૂષો, ન્હાના મોટાઓ વિવિધ પ્રકારના વસ્ત્રો પહેરી, ભારે ઠાઠમાઠથી જુદી જુદી જાતના વાહનો પર સ્વાર થઈ અથવા પેદલજ પોતાના મિત્રમંડળ સાથે હસતા, રમતા, તરેહતરેહની વાતો કરતા, નાચતા, કૂદતા રમણિય ઉપવનમાં આવેલા દેવાલય સ્થાને ભેગા થવા લાગ્યા. દેવાલયમાં ગૌરીના દર્શન કર્યા પછી બ્હાર આવી ઘટાદાર વૃક્ષોની છાયામાં બધા અનેક પ્રકા- રની રમત ગમત કરતા હતા. પુરૂષો પેઠે સ્ત્રીઓ પણ એક બાજુએ છુટથી રમત ગમતમાં મસ્ત બની હતી. નવ- વિકસિત્ કુસુમ-કલિકા સમાન જોબનવંતી સુંદરીયો પોતાના