પૃષ્ઠ:Birbal Vinod.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીરબલ વિનોદ.


મનોહર કંઠે એવાં સુંદર પ્રકારે ગાતી કે જે સાંભળી બીચારી કોકિલા લજ્જિત બની પોતાના કંઠને ધિક્કારતી. કયાંક ભાંગ લસોટવામાં આવતી હતી, તો કયાંક રસિક પુરૂષો પણ અનેક પ્રકારના વાજિંત્રો વગાડી રહ્યા હતા. કયાંક વળી શેતરંજ અને ગંજીફાના દાવ લાગતા હતા તો કયાંક મલ્લયુદ્ધ જામ્યું હતું. એક તરફ ઘોડદોડની શરત ચાલતી હતી ત્યારે બીજી બાજુએ ઇંન્દ્રસભાનો ખેલ ભજવાતો હતો. દિવસને જતાં શી વાર લાગે? જોતજોતામાં રાત્રિનો સમય આવી પહોં- ચવાથી સૌ કોઈ આનંદને હીંડોળે હીંચકા ખાતા ખાતા શહેરમાં દાખલ થવા લાગ્યા. એવા સમયે બાદશાહ પોતાના રીવાજ મુજબ વેષ બદલી નગરચર્ચા જોવા અર્થે શહેરમાં નીકળ્યો હતો અને બજારો અને શેરીઓમાં ફરતો હતો. મુખ્ય મુખ્ય મહોલ્લાઓને નાકે ઉભો રહી ત્યાં ચર્ચાતી વાતો સાંભળતો હતો. એવામાં એક ચાલાક છબીલી, ચતુર છેલાને શોધવા, આવતા જતા પુરૂષો તરફ જોતી હતી, તેની નજર એકાએક બાદશાહ ઉપર પડતાં બાદશાહને આંખથી ઇશારો કરી પોતા પાછળ આવવાની તેણીએ સૂચના કરી. એ નેત્રપલ્લવી ભાષાનો ઉપયોગ થતાંજ ચતુર બાદ- શાહ ચેતી જઈ શો ચમત્કાર બને છે એ જાણવા માટે એની પાછળ ચાલવા લાગ્યો. થોડે દૂર ગયા પછી આસ- પાસ કોઈને ન જોવાથી પેલી સ્ત્રીએ બાદશાહ પાસે આવીને કહ્યું “મારી શેઠાણીના પતિ ઘણા દિવસથી વિદેશ પધાર્યા છે એટલે તે કામપીડાથી અત્યંત વ્યાકુલ બની છે અને આપ જેવા કોઈ ચતુર પુરૂષને મળવા આતુર છે, માટે આપ પધારી તેનો કામાગ્નિ શાંત કરો.” એમ વાત કરતાં