પૃષ્ઠ:Birbal Vinod.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તેરીભી ચુપ ઓર મેરીભી ચુપ.


તેને તેડી ગઇ અને પ્રથમની પેઠે જ તેને પણ પહેલે માળે થોડીવાર બેસવાનું કહી પોતે અંદર ગઈ પણ બીરબલ ત્યાં જે ઢોળીયો પડેલો હતો તે ઉપર ન બેસતાં ઉભો જ રહ્યો. એ વાત શેઠાણીના જાણવામાં આવતાં તે ચેતી ગઈ કે "એ પુરૂષ ખચિત કોઈ ચતુર પુરૂષ જ છે.” એટલે તેણે પ્રથમની પેઠે દુધનો કટોરો મોકલાવી સવાલ પૂછાવ્યો. ત્યારે બીરબલે સમજી જઈ તરત કહ્યું “મારૂં દુધ બ્રાહ્મણનું છે.” આ સંદેહ ટાળતાં જ તે છબીલી શેઠાણી બહુજ ખુશ થઈ અને ફુલની છાબ મોકલાવી. બીરબલે તે છાબ- માંથી બે ફુલ ઉપાડી લઈ દાસીને કહ્યું “તારી ગુણીયલ બાઈને કહેજે કે તારા અને મારા સિવાય આ છાની વાત બીજો કોઈ પણ જાણનાર નથી.” બીરબલે એટલી ખાત્રી આપવા છતાં તે શેઠાણીને પુરતો સંતોષ ન થયો, તેણે પેલો અતલસનો મસળી નાંખેલો તાકો મોકલાવ્યો. બીરબલે તે તાકાની બરાબર ઘડી બેસાડી કહ્યું “જા, તારી ચતુર શેઠાણીને કહે કે વાત ઉઘાડી નહીં પડવા પામે, માટે મુંઝવણ નકામી છે અને જો કદાચ દૈવયોગે વાત ઉઘાડી પડે તો એ તેને ઢાંકી દેવાની મારામાં શક્તિ છે, માટે ચિંતા રાખશો નહીં. "દાસીના મુખે એ પેગામ સાંભળતાં જ તે રમણિક સુંદરી પેલા ચતુર શિરોમણિને ભેટવા અત્યંત ઉત્સુક બની અને બ્હાર આવી, નમ્રતાથી અભિવંદન કરી, બીરબલનો હસ્ત ગ્રહણ કરી અંદર લઈ ગઈ અને તેને પલંગ પર બેસાડી સ્મિતહાસ્ય, હાવભાવ, કટાક્ષ અને અનહદ પ્રેમ સાથે આલિંગન ચુંબન આપી મનને કાંઈક શાંતિ વળતાં બીર- બલને અંદરની બાજુ આવેલા પોતાના મદનભુવનમાં લઈ