પૃષ્ઠ:Birbal Vinod.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીરબલ વિનોદ


ગઈ અને આખી રાત્રિ અત્યંત આનદમાં ગાળી. સ્હવાર પડતાં બીરબલને નિરૂપાયપણે ત્યાંથી જવાની રજા મળી. પેલી શેઠાણીએ તેને ઘરની ડહેલી સુધી વળાવી, કાંઈ અપ- રાધ અથવા બેઅદબી થઈ હોય તેની માફી માગી, પ્રણામ કરી કહ્યું “હે પુષ્પધન્વા! તમારી આ પ્રેમદાસીને પુનઃ કયારે પધારી દર્શન દેશો? જો, જો, ભૂલી ન જતા ?! આ તન, મન અને ધન આપના ચરણોમાં મ્હેં સમર્પ્યું છે, માટે કોઈ પણ પ્રકારની જુદાઈ ન રાખતાં જે કાંઈ ઈચ્છા હોય તે બેધડક ફરમાવશો. મનમાં લગારે શંકા લાવો તો તમને મારા સમ છે.” આવો પ્રેમાલાપ કરી પ્રેમીજનો વિખૂટાં પડ્યાં, બિરબલે પોતાના મકાન પ્રતિ પ્રયાણ કર્યું અને શેઠાણી પોતાના આનંદભુવનમાં પરવરી.

બીરબલનાં આવવા બાદ જે જે બનાવો બન્યા તે સઘળા છુપી રીતે બાદશાહે પોતાની નજરે નિહાળ્યા હતા, અને તે આશ્ચર્ય સાથે ખેદયુક્ત બની વિચાર કરતો. હતો કે જે પ્રમાણે એ બ્રાહ્મણે પોતાની ચતુરતા બતાવી તે પ્રમાણે મ્હેં પણ જો બુદ્ધિબળ વાપરી ચાતુર્યપરિક્ષામાં સફળતા મેળવી હોત તો એ હુર જેવી કોમલાંગી ચતુરી શેઠાણીનો સહવાસ મેળવી શક્યો હોત. પરન્તુ, ખેર,. “ લશ્કરકા ભેદ પાયા કે આગેસે ગદ્ધા આયા. મ્હેં તો પ્રથમ કોળીયેજ મક્ષિકાપાત” જેવું કર્યું, હવે તો જે બન્યું તે ખરું, પણ એ ચતુર બ્રાહમણ કયાં રહે છે તે જોઈ, તેને દરબારીયોમાં શામેલ કરી, તેની સાથે પ્રીતિ સાંધી એની પાસેથી ચાતુર્યતા શીખવી જોઈએ. એ વિચાર કરતો. બાદશાહ બીરબલની પૂંઠે પૂંઠે તેના મકાન સુધી ગયો અને