પૃષ્ઠ:Birbal Vinod.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તેરીભી ચુપ ઓર મેરીભી ચુપ.


બીરબલ જે મકાનમાં દાખલ થયો તેની બરાબર નિશાની એ હતી કે મકાનની સ્હામે ચંપાનું ઝાડ હતું. તે ઉપરાંત બીજી પણ કેટલીક નિશાનીયો યાદ રાખી બાદશાહ પોતાના મહેલમાં ગયો, પરંતુ ચેન પડ્યું નહીં. ખુદાની બંદગી કરી, રાજ્ય રીતિ પ્રમાણે ખાનપાન અને મુખવાસ કરી બાદશાહે એકાંત મહેલમાં બેઠક કરી પોતાના હજુરી નોકરોને બીરબલના મકાનની ચોક્કસ નીશાનીયો બતાવી કહ્યું “એ ઘરમાં એક જુવાન બ્રાહ્મણનો છોકરો રહે છે તેને તરત જ બોલાવી લાવો.” એ હુકમ મળતાંજ હજુરીયાઓ ઝડપથી એ બ્રાહ્મણ (બીરબલ) ને ઘેર પહોંચ્યા અને બીરબલને કહ્યું “જહાંપ- નાહ અબ ઘડીજ આપને બોલાવે છે, માટે જલ્દી ચાલો.”

“બાદશાહનો હુકમ સાંભળતાં જ બીરબલના હોંશ- કોશ ઉડી ગયા, તે વિચારવા લાગ્યો “બાદશાહે મ્હને શા માટે તેડાવ્યો હશે? શું રાત્રે પ્રથમ આવનાર પુરૂષ કોઈ રાજકર્મચારી હતો ? અને એ વાત બાદશાહ સુધી પહોંચી ગઈ હશે? હશે, ગમે તે હોય, તે બધું ત્યાં ગયા પછી પોતાની મેળે જ જણાઈ આવશે. ईश्वरेच्छा बलियसी જો દી પાંસરો હશે તો પાસા સવળા પડશે, માટે ગભરાવાની જરૂર નથી."

એ વિચારમાં ને વિચારમાં બીરબલ હજુરીયાને ઉત્તર આપી ન શક્યો, એટલે મીયાંનો મીજાજ હાથથી ગયો. સાત રૂપીયાનો પગાર છતાં “શીપાઈ"ની ઉપાધિ પામેલા અત્યારે પણ ક્યાં પોતાનો તોર દેખાડતા નથી? જમાદાર સાહેબ નાક ભવાં ચઢાવી કહેવા લાગ્યા “કેમ, સાંભળો છો કે નહીં ? વાર લગાડવાની નથી, કાંઈ અમારે