પૃષ્ઠ:Birbal Vinod.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તેરીભી ચુપ ઓર મેરીભી ચુપ.


આ સાંભળતાંજ બીરબલ ચેતી ગયો કે સતની બધી બીના બાદશાહ જાણી ગયો છે, તેમજ પ્રથમ આવનાર પુરૂષ બાદશાહ પોતેજ હોય તો તે પણ બનવા જોગ છે. તેણે મનમાં કહ્યું “હવે હાથી આગળ પૂળો પડ્યો છે, ગભરાવાથી ફાયદો નથી. “ જાકે રાખે સાઈયાં માર ન સકિ હે કોય.” તેણે દૃઢતાપૂર્વક હીમ્મત લાવી કહ્યું “નામદાર જહાંપનાહ! જે અસલ વાત હતી તે તો આ- પની આગળ કહી સંભળાવી, એથી વિશેષ હું તો જાણતો નથી.” આ જવાબ સાંભળતાંજ બાદશાહે અત્યંત ક્રોધિત થઈ સીપાહીનેબોલાવ્યો અને હુકમ ફરમાવ્યો કે “આ બ્રાહ્મણ ને મહેલની પાછળના ભાગના ઝરોખામાંથી ઉંધે માથે લટ- કાવી દો અને જ્યારે તે મને કંઈ વાત કહેવાનું કબુલ કરે એટલે તેને મારી પાસે લાવજો.

હુકમ થતાં જ યમરાજ સહોદર સીપાહીઓએ બીર- બલને લઈ જઈ બારીએથી નીચે ઉંધે માથે લટકાવી દીધો. આ બનાવ રાત્રિવાળી પેલી રસિક શેઠાણીએ પોતાના ઝરો- ખામાંથી જોયો અને તે ઉંધે માથે લટકેલા પુરૂષને તેણે ચોક્કસ રીતે પોતાના હૈયાના હાર બીરબલ તરીકે ઓળખી લીધો. તે વિચારમાં પડી ગઈ કે “એના ઉપર અચાનક આફત આવી પડવાનું કારણ શું? શું પેલો પ્રથમ આવ- નાર પુરૂષ બાદશાહ અથવા કોઈ દરબારી હોવાથી બધો ભેદ ખુલ્લો થઈ ગયો હશે? ગમે તેમ હોય, પણ એને તો આ આફતમાંથી ઉગારવો જોઈએ.” એમ વિચારી તેણે દાસીને કહ્યું “રૂપીયાનો એક ટોપલો ભરી પણે રાજમહે- લની બારીએ પેલો માણસ લટકાવેલો છે તેની નજીક જઈ