પૃષ્ઠ:Birbal Vinod.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
બીરબલ વિનોદ.


ટોપલી ઠલવી પછી પાછા ભરી લાવ.” દાસીએ તે પ્રમાણે કર્યું એટલે બીરબલ પોતાની પ્રિયાનો સંદેશો સમજી ગયો, કે એટલા રૂપીયા ખરચવાથી છુટકારો થતો હોય તો તેમ કરો. એટલે બીરબલે સીપાહીયોને કહ્યું “મારે જહાંપ- નાહને એક વાત કહેવી છે. સીપાહીઓએ તેને ઉપર ખેંચી બાદશાહ આગળ રજુ કર્યો. બીરબલે હાથ જોડી કહ્યું “જહાંપનાહ! મુજ બેગુનાહને શા માટે આમ શિક્ષા કરવામાં આવે છે? ખુદાની ખાતર મને જતો કરો હું આપની આગળ નજરાણું રજુ કરીશ.”

બાદશાહે એથી ગુસ્સે થઈ કહ્યું “હજી પણ તું તારી બદમાશી બતાવે છે ત્હારાતો એવાજ હાલ થવા જોઈયે.”

પાછો વળી બીરબલને એ ઝરોખામાંથી લટકાવવામાં આવ્યો, તે જોઈ પેલી સ્ત્રીએ સોનામહોરો, હીરામાણેક વગેરેના ટોપલા ભરી પૂર્વની પેઠે દાસીને મોકલી સંજ્ઞા જણાવી. બીજીવાર બીરબલે બાદશાહ આગળ તદબીર, ચલાવી પણ કાંઈ ન વળ્યું. છેવટે પેલી સુંદરીએ દહીંની ગોરસી દાસી સાથે મોકલાવી, દાસી તે ગોરસી બીરબલની નજર આગળ ઠાલવી ચાલી ગઈ. એટલે બીરબલે ત્રીજી વાર સીપાહીયોને પોતાને ઉપર ખેંચી લેવા જણાવ્યું. સીપાહીયોએ તેને ઉપર ખેંચી બાદશાહ આગળ હાજર કર્યો. બીરબલે દુ:ખી ચ્હેરે જણાવ્યું “ સરતાજ! કલ શબકો મેં મેલેમેંસે વાપિસ મકાનકી તરફ આ રહા થા, ઉસ-. વક્ત એક ઓરતને આકર મુઝે ઈશારા કીયા, મેં ઉસ્કે પીછે હો લીયા. થોડી દૂર જાકર ઉસ એારતને કહા કે “મેરી બેગમ (શેઠાણી) કા ખાવિંદ કઈ અર્સેસે પરદેસ ગયા હય,