પૃષ્ઠ:Birbal Vinod.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
બીરબલ વિનોદ.


એ હીરાનો જે ખરો પરિક્ષક હોય તેજ તેના ગુણ જાણી શકે છે અને જે એનો પરિક્ષક નથી એને મન એ કોડીના મૂલ્યનો પણ નથી. રત્નના ગ્રાહક સૌ કોઈ હોતા નથી. જુઓ સાંભળોઃ-

દુહો.

ગૌરી ગ્રાહક રત્નકી, ગુન ગ્રાહક રાજન;
કવિતા ગ્રાહક કો રસિક, ભૂપતિ ભોજ સમાન.

આપ પણ ભોજ સમાન કવિઓના ગુણગ્રાહક છો, એમ જાણી હું અત્રે આવ્યો હતો, પણ તેમાં હું ઠગાયો. હવે આપ પણ મારા બકબકાટથી ગભરાયા હશો, તેમ હું પણ ધરાયો છું, માટે હવે મને રજા આપો એટલે મારે રસ્તે પડું.”

આટલું કહી તે ઉભો થયો. બાદશાહને તેની વાતમાં રસ પડ્યો હતો, તેના ચાતુર્યથી તે અંજાયો હતો. તેણે બીરબલને કોઇ ઉત્તમ કવિ જાણી લીધો હતો એટલે વિચાર કર્યો કે “બ્હારથી ક્રોધ બતાવી એના મનનો એહવાલ જાણી લેવો જોઈયે.” પછી તેણે કહ્યું “ જવાનું ક્યાં છે? તેં જે શબ્દો કહ્યા છે તે બધા પુરવાર કર્યા વગર એક ડગલું પણ ભરાય તેમ નથી.”

બાદશાહ બહારથી ક્રોધ દર્શાવે છે, પરંતુ મનમાં તેને આનંદ થયો છે એવું બીરબલ કળી ગયો અને પોતાની બધી વાત બાદશાહને કહી સંભળાવવા વિચાર કર્યો. તેણે કહ્યું “જહાંપનાહ ! હું જાતે બ્રાહ્મણ છું, ઘણા વર્ષો સુધી મેં સરસ્વતીની સેવના કીધી. એક દિવસ સરસ્વતી દેવીએ