પૃષ્ઠ:Birbal Vinod.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
ફરિયાદ! ફરિયાદ! ફરિયાદ !


મને સ્વપ્નામાં દર્શન આપી પોતાને હાથે લખેલું એક ભોજપત્ર આપીને કહ્યું “આ લે અને સુખી થા.” મેં દેવીની તે પ્રસાદી માથે ચઢાવી, પણ દેવીએ કહ્યું “આ ભોજપત્રમાંની એક એક કવિતા એક એક લાખ ટકાની કીંમતની છે, માટે કોઈ પણ દરબારમાં એકથી વધારે કવિતા કહેવી નહીં.” મેં તે આજ્ઞા શિરોસાધ્ય ગણી અને એક કવિતા લઈ હું તેનો ગ્રાહક શોધવા નીકળ્યો, મારા ન્હાનકડા ગામમાં સરસ્વતીનો એવો તે ઉપાસક ક્યાંથી હોય, જે તે કવિતાની કીંમત આંકી શકે ? કહ્યું છે કે: –

દુહો.

હીરા ગિરાકી ગંઠડી, ગંવારમે મત ખોલ;
જવહરી બિન કોરી ન મિલે; કૌસ્તુભ કાભી મોલ,
હથ્થી હીરા કાવ્ય હે, દે જાકે દરબાર;
મા કર મૂલ અમૂલકા, મૂલ ન મિલે બાઝાર.

એ ઉપરથી હું મારા ગામમાંથી નીકળ્યો અને કોઈ મોટા મહારાજાને ત્યાં જઈ એની કીંમત મેળવવા ઉત્સુક બન્યો. આપની કીર્તિ ચારે દિશાઓમાં ફેલાયેલી મ્હેં અનુભવી એટલે આપની સેવામાં જ હાજર થવાનું ઉચિત્ ગણી હું અત્રે આવ્યો. રસ્તામાં મને તરેહવાર વિચારો આવ્યા. આપની ગુણગ્રાહકતા મારો કેવો ઉત્તમ પ્રકારે સત્કાર કરશે એ ખ્યાલ મને સ્વર્ગનું આનંદ પમાડતો હતો; પરંતુ, હું તેમાં ઠગાયો, મારા એ વિચાર-સ્વપ્નો સ્વપ્ના જ ઠર્યા. કોઈ હીંદુ મહારાજાને ત્યાં ગયો હોત તો આવી હેરાનગતી અને મુશી- બત વેઠવાનો વારો ન આવત, પણ ખેર, ભાગ્યમાં લખ્યું થાય છેજ, એને કોઈ હાથ દઈ શકે એમ નથી. મેં મૂર્ખ