પૃષ્ઠ:Birbal Vinod.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
બીરબલ વિનોદ.


બની સરસ્વતીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને ગ્રાહક વગર એક દુહો લખી આપના દરવાનને આપ્યો અને આપ નામ- દારને પહોંચાડવા માટે તેની આજીજી કરી, પણ આપનો દરબાન એટલે ખામી શેની જ હોય? એણે એ દુહો રોષે ભરાઈ ફાડી નાખ્યો. એ ફાડી નાંખે એમાં મને કાંઈ ખોટ જાય તેમ હતું નહીં, પણ મેં એ દુહો ગોખેલો ન હોવાથી સ્મરપટપરથી ભુંસાઈ ગયો અને હું રડતો જ રહ્યો.”

બાદશાહે કહ્યું “એક દુહાના એક લાખ ટકા મેળ- વવા એ કાંઈ સ્હેલી વાત નથી, એ તો લોઢાના ચણા છે. છે.જો તારો દુહો તેટલી કીંમતનો હોય, તો તે એક જુદી વાત હતી.

બીરબલ બોલ્યો “ હઝૂર! મને અફસોસ એટલા માટે જ થાય છે. જો એ દુહો મને યાદ હોત અને હું કોઈ લાયક- ગુણગ્રાહક રાજવંશી પાસે લઈ ગયો હોત તો અવશ્ય મને લાખ ટકા મળત. પણ એ તો મેં અહીં જ ગુમાવ્યો, દગાબાઝ ઝવેરીએ છક્કડ મારી છીનવી લીધો. હશે, વિધાતાના લેખપર કોણ મેખ મારી શકે? હવે હું આપની રજા લઉં છું અને આપને જે તસ્દી આપી છે તે માટે ક્ષમા યાચું છું.”

આમ કહી બીરબલે જાણે ત્યાંથી જતો હોય એવો દેખાવ કર્યો, બે ત્રણ ડગલા ભર્યા, પણ એવામાં જાણે કોઈ વાત યાદ આવી હોય એવો ડોળ કરી તેણે પાછા ફરી કહ્યું 'જહાંપનાહ! હાલ મને એના ત્રણ ચરણ તો યાદ આવ્યાં છે, માટે લગાર યાદ કરી જોઉં એટલે કદાચ ચોથુંએ ચરણ યાદ આવી જાય? !