પૃષ્ઠ:Birbal Vinod.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
ફરિયાદ ! ફરિયાદ ! ફરિયાદ !


બાદશાહે કહ્યું “જો તને ત્રણ ચરણ યાદ હશે તો મારા દરબારમાંથી કોઈ પણ માણસ તેનું ચોથું ચરણ બનાવી તારો દુહો પૂર્ણ કરશે, માટે એ ત્રણ ચરણ તો બોલ? ”

બીરબલ બોલ્યો “હઝૂર ! સાંભળો—

દુહા.

અહોરાત્ર જાગૃત ખડે, મમ રક્ષક મહા શક્ત;
યોં કેહ સુખે સૂવે સદા,

જહાંપનાહ ! આ ત્રણ ચરણ યાદ છે, આપના દરબારમાંથી જે કોઈ ચોથું ચરણ બનાવશે tઓ મને પણ કદાચ સરસ્વતીનું ચોથું ચરણ યાદ આવી જશે”

બાદશાહે કહ્યું “ઠીક, આજે તું દરબારમાં આવજે.”

બીરબલે જવાબ આપ્યો “નામવર ! મને દરબારમાં પેસવા કોણ દે? આપના હુકમ વગર દરબાનો જોડા મારી હાંકી કાઢે એવા છે.”

બાદશાહ બોલ્યો “તારે માટે હું દરબાનને આજ્ઞા આપી દઉં છું.”

પણ બીરબલ કાંઈ કાચે પાયે કામ કરે એવો નહતો તેણે કહ્યું “જહાંપનાહ ! દરવાનને મોઢેથી હુકમ કરવાને બદલે મને દરબારમાં દાખલ થવાનો પરવાનો જ લખી આપો તો એ વધારે યોગ્ય થઈ પડશે.”

બીરબલની કવિતાએ બાદશાહનું મન આકર્ષ્યું હતું, તેને એમાં રસ પડ્યો હતો, તેમજ વળી બીરબલને ચતુર અને દરબારને લાચકના પુરૂષ તરીકે પારખી લીધો હતો એટલે તેને તેવો પરાવાનો આપવામાં હરકત ન જણાઈ અને