પૃષ્ઠ:Birbal Vinod.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
બીરબલ વિનોદ.


તેણે તરતજ પરવાનો લખી આપ્યો અને પોતાની સહી કરી તે ઉપર પોતાની મોહોર પણ લગાવી આપી.

દરબાનને કાંઈ પણ દસ્રતુરી આપ્યા વગર હવે પોતે દરબારમાં જઈ શકાશે જાણી બીરબલ અતિશય આનંદ પામ્યો અને દરબારી રીવાજ પ્રમાણે બાદશાહને સલામ કરી પોતાને ઉતારે ગયો.

બાદશાહે તે દિવસે ખાસ દરબારનો હુકમ ફેરવ્યો સ્હાંજે દરબાર ભરાયો, ખાસ દરબાર હોવાથી સૌ કોઇ હાજર હતા. બીરબલને પણ આ વખતે દરબાન અટકાવી શકે એમ ન હતું, તે પણ પોતાને પોષાક પહેરીને ત્યાં હાજર થઈ ચુક્યો હતો. બધા દરબારીચો આવી રહ્યા પછી શાઇ ફયઝીએ કહ્યું “ જહાંપનાહ!

દુહો.

ચલત ચમકત શમશીર શત, જલજા જડ હો જાત
એસી જીનકી સૈનઇક (સૈનિક), કહા બૅનકી બાત.

ફયઝીના મ્હોંમાંથી હજી તો છેલ્લા શબ્દો પુરા નીક ળ્યા પણ ન હતા તેવામાં તો ખુશામતીયા દરબારીયોએ ૨ જ પણ સમજ્યા વગર “હાંજી, હાં, સચ બાત હૈ.” કહે તાં જ માથું ધુણાવ્યું. ફયઝીએ બાદશાહના વખાણ કર્યા હશે ધારી તેમણે પાંચશેરી ધુણાવી હતી. કેટલાક બીજાઓએ પણ પોતાની અજ્ઞાનતા પ્રકટ ન થઈ જાય એની સંભાળ રાખવા મોઢું મલકાવ્યું.

બીરબલ એ દુહો સાંભળી મનોગત્ કહેવા લાગ્યો આવા રત્નો બાદશાહના દરબારમાં હોય, ત્યાં કોઈ સાધા રણ કવિનું ટટ્ટું ચાલેજ ક્યાંથી ?” તેણે વિચાર્યું કે “હું